વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર ફાઈટર કામે લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 19:31:15
  • Views : 48
  • Modified Date : 2025-03-18 19:31:15

વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાતે લાગેલી આગને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા. 

વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા. 

બનાવને પગલે ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગનું તાંડવ જોતા ફાયર બ્રિગેડે એક પછી એક 10 ફાયર ફાઈટર મંગાવવા પડ્યા હતા. છ થી આઠ કલાક બાદ આગનું જોર ધીમે પડ્યું હતું. પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી.

Download Our B K News Today App



Related News