માંગ : બોર્ડની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી સાથે ઓલ ગુજરાત વાલી મંડળની હાઈકોર્ટમાં અરજી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 13:41:15
  • Views : 284
  • Modified Date : 2021-05-05 13:41:15

     ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં પરીક્ષા મોકૂફ રાખી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી પિટિશન દાખલ કરી છે. સાથે જ પિટિશનમાં અન્ય રાજ્યોમાં પણ બોર્ડ પરીક્ષા કેન્સલ થઇ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પહેલા વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, પરંતુ તેમાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે.

     આ બાબતે વાતચીતમાં વાલી મંડળના પ્રેસિડેન્ટ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10ના 12ના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ અથવા તો મોકૂફ રાખી છે. આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ થાય તે માટેની ચર્ચા થઇ છે. રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના 7 રાજ્યોએ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે.

      આ ઉપરાંત CBSC અને ICSC એ પણ કોરોનાની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ કરી છે. ગુજરાતમાં કોરોનાને નાથવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં કેસ ઘણા વધી રહ્યા છે. પિટિશનરે અરજીમાં રજૂઆત કરી છે કે, જો ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા યોજાશે તો પરીક્ષાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ શિક્ષકો, વાલીઓ પણ શાળાએ આવશે અને શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે. એટલે હિતાવહ છે કે ધોરણ 10 ની પરીક્ષાને રદ કરવામાં આવે. CBSC દ્વારા વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મન્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.

     ધોરણ 10માં આશરે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એની વ્યવસ્થા કરવી હાલના તબક્કે ખૂબ જ અઘરી લાગે છે, કારણ કે ઓક્સિજન અને દવાઓનો જથ્થો ખૂટી જતો હોય તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે અને તેમને કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં એડમિશન કેવી રીતે લેવું એમાં પણ અસમંજસભરી સ્થિતિ છે.


Download Our B K News Today App



Related News