શિક્ષણ વિભાગ 10માં ધોરણની માસ પ્રમોશનમાં વ્યસ્ત, સરકાર ધોરણ 12ની પરીક્ષા અંગેના નિર્ણયને લઈને મુંઝવણમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 13:38:19
  • Views : 283
  • Modified Date : 2021-05-22 13:38:19

    કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવા કોઈ વિચારણા નથી. ધોરણ 12માં પરીક્ષા અંગે પણ હજુ કોઈ નિર્ણય લઇ શકાયો નથી. શિક્ષણ વિભાગ હજુ ધોરણ 10ના માસ પ્રમોશન બાદ ક્યાં પ્રકારે એડમિશન પ્રક્રિયા કરવી, માર્કશીટ કઈ રીતે તૈયાર કરવી તે બાબતોમાં વ્યસ્ત છે ત્યારે ધોરણ 12ની પરીક્ષા અંગે સરકાર નિર્ણય કરશે.

    રાજ્યમાં ધોરણ 12માં સાયન્સ/કોમર્સ/આર્ટસ એમ અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોધાયા છે. તમામની પરીક્ષા અંગે નિર્ણય લેવાયો નથી. સરકાર પરીક્ષા રદ કરવા કે માસ પ્રમોશન આપવાના મૂળમાં નથી. પરીક્ષા ફરજીયાત યોજાશે પરંતુ ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. બીજી લહેરમાં અનેક યુવા અને નાની વયના બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેને કારણે વાલીઓમાં પણ ચિંતા છે કે ઓફલાઈન પરીક્ષા યોજાય તો કેવી રીતે યોજાશે.

    વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું પરંતુ ધોરણ 12 માટે શું કરવું તે અંગે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ અત્યારે ધોરણ 10ને અપાયેલ માસ પ્રમોશન બાદ હવે શું કરવું તે અવઢવમાં છે. 10માં ધોરણમાં માસ પ્રમોશન આપી દીધું પરંતુ હવે 11માં ધોરણમાં પ્રવેશ કેમનો આપવો અને પરિણામ કઈ રીતે આપવું તે અંગે વિચારણા ચાલી રહી છે. ધોરણ 12 અંગે શિક્ષણ વિભાગે કોઈ વિચારણા કરી નથી.પરીક્ષા લેવા માટે કોઈ બેઠક પણ મળી નથી અને કોઈ કમિટી પણ બનાવાઈ નથી. ધોરણ 12ની પરીક્ષા ક્યારે અને કઈ રીતે યોજવી તે અંગે નિર્ણય સરકાર જ કરશે.

    ધોરણ 12ની પરીક્ષા લેવી હોય તો વિદ્યાર્થીઓ 2 અઠવાડિયા અગાઉ જન કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારી કરી શકે. અત્યારે શિક્ષણ વિભાગ કે સરકારની કોઈ બેઠક પરીક્ષાને લઈને મળતી નથી ત્યારે હજુ પણ અઠવાડીયા સુધી કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા લગતી નથી અને જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લેવાય તો નિર્ણય લીધા બાદ 15 દિવસ જેટલો સમય આપવો પડે. જુનના બીજા અઠવાડિયા બાદ ચોમાસું પણ શરુ થશે. વરસાદ શરુ થાય અને પરીક્ષાનું આયોજન થાય તો નાના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોંચી શકશે અને અન્ય મુશ્કેલી ઉભી થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોય અથવા ક્વોરન્ટીન હોય તો તે વિદ્યાર્થીઓનું શું અથવા કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાંથી પરીક્ષા આપવા વિદ્યાર્થી આવી શકે તે તમામ બાબતોને લઈને સવાલ છે.

    ધોરણ 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ મુઝવણમાં મુકાયા છે. પરીક્ષા કઈ રીતે યોજાશે, MCQ પદ્ધતિ કે પછી અન્ય પદ્ધતિથી પરીક્ષા યોજાશે તે અંગે સવાલ છે. વાલીઓમાં પણ હાલ ચાલી રહેલ મહામારીની વચ્ચે પરીક્ષા યોજાય તો પોતાના બાળકો સંક્રમિતનાં થાય તેને લઈને પણ ચિંતા છે. ખાનગી ટ્યુશન કલાસિસના શિક્ષકોએ પણ હવે ભણાવવાનું શરુ કર્યું છે. પરંતુ ઓન્લએન અભ્યાસમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. આમ વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો પણ અસમંજસમાં મુકાયા છે.

    શાળા સંચાલક મંડળના જણાવ્યા અનુસાર, આ પ્રકારની મહામારીમાં પરીક્ષા યોજવા અમે શિક્ષણ વિભાગને વિકલ્પ આપ્યા છે. શિક્ષણ વિભાગ કે સરકાર જ્યારે પણ કોઈ નવો નિર્ણય કરે છે ત્યારે સ્કુલના સંચાલક. વાલી મંડળ, શિક્ષકોની સહમતી મેળવતા નથી માત્ર શિક્ષણ વિભાગના ચાલુ અધિકારી અને નિવૃત થયેલ અધિકારીઓ ના અભિપ્રાય મેળવીને નિર્ણય કરે છે. તમામની સહમતી અથવા સાથે રાખીને નિર્ણય કરવામાં આવે તો તે સૌના હિતમાં હશે.


Download Our B K News Today App



Related News