બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં માસ્ક વગરના ગરબા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-02 12:21:34
  • Views : 5269
  • Modified Date : 2020-11-02 12:21:34

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં શરદપૂર્ણિમાની રાત્રે પુરુષો ગરબે ઘૂમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં નેતા હોય કે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં એકેયે પાછી પાની કરી નથી. વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં
પુરુષોએ શરદપૂર્ણિમાની રાત્રે ગરબે ઘૂમ્યા હતા. ગરબે રમતા પુરુષોએ ન તો માસ્ક પહેર્યુ હતું કે ન તો  સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું.  સરકારી ગાઈડ લાઈનનો ધરાર ઉલ્લંઘન કર્યો હતો. બનાસકાંઠા જીલ્લામાં અગાઉ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, ત્યારે હવે લોકો કેમ પાછી પાની કરે. વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં શરદ પૂર્ણિમાની ૧૦૦ થી પણ વધુ લોકો ગરબે રમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ગરબે રમતા એક પણ વ્યક્તિએ ચહેરા પણ માસ્ક પણ પહેર્યુ ન હતું.   ગરબે રમતા એક પણ વ્યક્તિના ચહેરા પર કોરોના મહામારીનો જરા પણ ભય સતાવી રહ્યો ન હતો. જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ ભંગના આવા દ્રશ્યો હજુ પણ ગંભીર પરિણામ લાવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News