લાખણીમાં માસ્ક વગર ફરતા લોકોને દંડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 12:01:06
  • Views : 521
  • Modified Date : 2020-07-11 12:03:38

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સરકારે અનલોક જાહેર કર્યા પછી કોરોના બેકાબુ બનતો જઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સ્વયં લોકોએ જાગૃત બનવું જોઈએ અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જોઈએ. તેના બદલે લોકો બજારમાં ખુલ્લેઆમ ફરે છે અને ટોળાં કરે જે યોગ્ય નથી. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જ્યાં જ્યાં જાહેરનામાનો ભંગ થાય છે અને લોકો સ્વેચ્છાએ શિસ્ત પાળતા નથી ત્યાં આગળ પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને માસ્ક વગર ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા અને કરાવતા
વેપારીઓ વિરુદ્‌ધ દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લાખણી ખાતે મામલતદાર ડી.સી.પરમારની સૂચનાથી વહીવટી તંત્ર અને આગથળા
પોલીસ સાથે મળીને બજારમાં ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા લોકોને રોકીને તેમને જાહેરનામાનું પાલન કરવા સૂચના આપીને સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વેપારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું જોઈએ અને જો માસ્ક વગર કોઈ આવે તો તેને માસ્ક
પહેરવા સમજાવો. બજારમાં પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસે સાથે મળીને એક દિવસમાં
રૂ. ૧૦,૮૦૦ જેટલો દંડ વસુલ કર્યો હતો.

Download Our B K News Today App



Related News