ગાંધીનગરમાં ફલેગ માર્ચ દરમ્યાન માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 15:55:05
  • Views : 383
  • Modified Date : 2020-03-30 15:55:05

ગાંધીનગરમાં ફલેગ માર્ચ દરમ્યાન માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ

ગાંધીનગર શહેરની સલામતી અને સુરક્ષા માટે સતત ખડેપગે રહેતી જિલ્લા પોલીસ દ્વારા  નોવેલ કોરોના વાયરસને નાથવા માટેની જન જાગૃતિ અર્થે અને લોક ડાઉનની અસરકારક અમલવારી માટે ફલેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ ફલેગ માર્ચ ઇન્ફોસીટી ખાતેથી આરંભ થયો હતો. આ અંગેની માહિતી આપતાં ડીવાયએસપી  એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે,  આ ફલેગ માર્ચ ગાંધીનગરના નવીન વિસ્તાર કુડાસણ, સરગાસણ પણ ગઇ હતી. ત્યારબાદ ગાંધીનગરના તમામ સેકટરોના રીંગ રોડ અને મુખ્ય માર્ગે પર ફેલગ માર્ચ પોલીસે કરી હતી. સમગ્ર ફલેગ માર્ચમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહભાગી બનવાં સાથે રેન્જ આઇ.જી. સમયઆંતરે વિવિધ સ્થળોએ ફેલગ માર્ચની મુલાકાત લઇ તેનું મોનીટરીંગ કર્યુ હતું. આ દરમ્યાન ત્યાં કામ કરતાં સફાઇ કામદાર અને અન્ય લોકોને પોલીસે માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ પણ કર્યુ હતુ.


Download Our B K News Today App



Related News