ડીસામાં પોલીસ દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 10:58:08
  • Views : 308
  • Modified Date : 2021-03-27 10:58:08

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને દિવસેને દિવસે કોરોના
પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાથી બચવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. તેમજ ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું, માસ્ક પહેરવું તેમજ સેનીટાઇઝરનો ઉપયોગ કરવો જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકે. પરંતુ લોકોની બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે ડીસામાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં શુક્રવારે ડીસા ઉત્તર પોલીસના પી.આઈ. સહિતનો સ્ટાફ બગીચાથી જલારામ તેમજ ગાયત્રી મંદિર સુધીના જાહેર માર્ગો પર ફરી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. તેમજ જે લોકો માસ્ક પહેર્યા વગર ફરતા  તેમજ વાહન ચલાવતા હતા તેવા લોકોને માસ્કનું વિતરણ કરી કોરોનાથી બચવા અપીલ કરી હતી. આ ઉપરાંત જાહેરમાં અડચણરૂપ વાહનો તેમજ લારી ગલ્લાવાળાને દબાણ ન કરવા અપીલ કરાઈ હતી.

Download Our B K News Today App



Related News