સી.એમ.રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રીને આપી સુચના રાજ્યમાં હવે પોલીસ માસ્કનો જ દંડ વસૂલ કરી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:17:58
  • Views : 430
  • Modified Date : 2021-04-23 11:17:58

ગત રોજની કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. મંત્રીઓની ફરિયાદથી મુખ્યમંત્રી એ વાહન વ્યવહાર મંત્રી ફળદુને અને ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહને આ અંગે સુચના આપી હતી. અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજાે કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.
એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આ તરફ ગુજરાત પોલીસ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચાલકો પાસેથી યેનકેન પ્રકારે દંડ વસૂલતી હોય છે. ત્યારે ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે રજૂઆત કરી હતી.  તેમને જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફરતા વાહન ચાલકો પાસેથી  
પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસુલી શકશે નહી.ઉલ્લેખનીય છે કે બેઠક માં કેટલાક મંત્રીઓ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય વસુલતો દંડ ટુ વહીલરમાં ૩ થી ૪ હજાર અને ફોર વહીલર માં ૮ થી ૧૦ હજારનો દંડ વસુલવામાં આવે છે. વેહિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં ૧ અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા અવવામાં ખૂબ તકલીફ થાય છે.

રાજ્યના ૧૬,૭૮,૯૨૨ લોકોએ ૧ અબજ ૬૮ કરોડ રૂપિયા ભર્યો દંડ  
કોરોના કાળમાં સરકાર માટે માસ્ક એક આવકનું સાધન બન્યું હોય તેવું લાગે છે. રાજ્યના નાગરિકોએ માસ્ક ન પહેરવા બદલ એક-બે નહીં પરતુ પુરા ૧ અબજ ૬૮ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. એક તરફ કોરોનાકાળ અને લોકડાઉન લાગ્યું હતું. ત્યારે મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને ખંખેર્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે દંડ અંગે જવાબ રજૂ કર્યો છે. રાજ્યના ૧૬ લાખ ૭૮ હજાર ૯૨૨ લોકોએ માસ્ક ન પહેરવા બદલ દંડ ચૂકવવો પડ્યો છે. જેનો આંકડો ૧ અબજની પાર ચાલ્યો ગયો છે.

Download Our B K News Today App



Related News