ડીસામાં મેડિકલ એસોસિએશનની નવી પહેલઃ માસ્ક નહિ તો દવા નહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 11:29:28
  • Views : 509
  • Modified Date : 2020-04-15 11:29:28

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ડીસાના કેમિસ્ટ એસોસિએશને આજે મહત્વનું કદમ ઉઠાવ્યું છે અને હવેથી ડીસાના કોઈપણ મેડિકલ સ્ટોર પર ગ્રાહક દવા ખરીદવા જશે તો તેમને
ફરજીયાત માસ્ક પહેરીને જ જવું પડશે. માસ્ક વગર દવા ખરીદવા જતા ગ્રાહકોને મેડિકલ સ્ટોર પરથી દવા આપવામાં આવશે નહિ.
વિશ્વ અત્યારે કોરોના વાયરસના ખતરામાં છે અને હજુ સુધી આ ખતરનાક વાયરસની દવા પણ શોધાઈ નથી. ત્યારે આ વાયરસથી બચવા માટે તકેદારી રાખવી ખુબ જરૂરી છે અને અત્યારે તકેદારીના ભાગરૂપે ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવું અને કામકાજ અર્થે બહાર જવાનું થાય તો ફરજીયાત માસ્ક પહેરવું જેથી આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય. પરંતુ આટલી ગંભીર બીમારી હોવા છતાં કેટલાંક લોકો ગંભીરતા દર્શાવી નથી રહ્યા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવા ઉપરાંત માસ્ક વગર જ જાહેરમાં ફરતા નજરે
પડતા હોય છે. ત્યારે આ વૈશ્વિક મહામારીનો અંકુશમાં લેવા માટે ડીસાના કેમિસ્ટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ડીસાના મેડિકલ સ્ટોર પર દવા ખરીદવા આવતા ગ્રાહકોને ફરજીયાત માસ્ક
પહેરીને જ આવવું પડશે. માસ્ક વગર કોઈ ગ્રાહક દવા ખરીદવા આવશે તો ડીસાના એક પણ મેડિકલ સ્ટોર પરથી દવા
આપવામાં આવશે નહીં. ડીસા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખને આશા છે કે આ નિર્ણયને પગલે લોકો ગંભીર બનશે અને માસ્ક પહેરવાની ટેવ પાડશે અને કોરોના સામેની લડાઈમાં
આપણે જીત મેળવી શકીશું.

Download Our B K News Today App



Related News