અનલોક -૩ માં દંડની રકમ વધારાઈ, ૧ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં લાગુ થશે જાહેરમાં થૂકવું અને માસ્ક નહિ હોય તો ૫૦૦ રૂ.દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:30:06
  • Views : 496
  • Modified Date : 2020-07-29 11:30:06

રાજયમાં કોરોના પોઝિટિવ કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે  રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરમાં થૂંકવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે જાહેરમાં થૂંકવા બદલ હવે ૨૦૦ની જગ્યાએ ૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. જ્યારે આ નિર્ણય ૧ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના તમામ પાર્લર ઉપર માસ્કની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર ૨ રૂપિયાની નજીવી કિંમત સાદા માસ્ક પણ નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના અને નિર્ણય પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ  રાજ્યમાં કોરોના વાયરસ ઘટે સાથે જ કોરોના કેસમાં પણ ઘટાડો થાય તે માટે મહત્વના બે નિર્ણય કરવામાં આવ્યાં છે. જેમાં હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ જાહેરમાં થૂંકવા બદલ અને માસ્ક પહેર્યુ નહીં હોય તો ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ દરમિયાન માસ્ક વગર અને જાહેરમાં
થૂંકવામાં ૨૦૦ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો.
પરંતુ હવે દંડની રકમ વધારો કરીને ૨૦૦ની જગ્યાએ ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે જેનું અમલીકરણ ૧ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News