વડગામ પંથકમાં જમીનની અંદર મશીન દ્વારા વાયર નખતાં ખેડૂતો ચિંતામાં મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:24:05
  • Views : 389
  • Modified Date : 2019-06-14 11:24:05

વડગામ પંથકમાં છેલ્લાં કેટલાય સમયથી અલગ અલગ જગ્યાએ કોઈ કંપની દ્વારા મશીનથી જમીનની અંદર હોલ પાડી એક પ્રકારનો વાયર નાખવામાં આવી રહ્યો  ત્યારે નગાણાના ખેતર માલિકે આ અંગે પુછતા કામ કરતા કર્મચારીઓ ઉદ્ધત જવાબ આપ્યો હતો. ત્યારે અગાઉ પણ જીઓ કંપનીએ પોતાનો વાયર આ રીતે નાંખ્યો છે. ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા આ અંગે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
વડગામ તાલુકાના કેટલાંક ગામોમાં કોઈ એક કંપની દ્વારા જમીનમાં મશીન દ્વારા હોલ
પાડી વાયર નાખવામાં આવી રહ્યો છે.  ત્યારે હાલમાં આ વાયરનું કામ પિલુચાથી વડગામ તરફ ચાલી રહ્યું છે. ત્યારે નગણા નજીક નેશનલ હાઇવેની બાજુમાં અને ખેતર માલિકના ખેતરમાં આ વાયરનું કામ ચાલુ છે. અને આ અંગે ખેતર માલિકો પૂછવા જતા કંપનીના વ્યકિતે ઉદ્ધત જવાબ આપ્યો હતો. ત્યારે ખેતર માલિક મહેશભાઈ જણાવ્યું હતું કે આ કઈ કંપનીનું કામ તે કોઈ જાણતું નથી તે કોઈને પુછયા વગર જ કામ ચાલુ કરી નાખ્યું છે. અને જે પણ કંપની દ્વારા આ કામ ચાલુ છે તે કંપનીએ કોઈ પણ ડિપાર્ટમેન્ટની મંજુરી લીધી નથી, કે કોઈ પણની પરવાનગી લીધી નથી. અને આવું કામ ચાલુ કરવું હોય તો રોડ અને ફોરેસ્ટ ખાતાની મંજૂરી લેવી
પડે તે પણ લીધી નથી અને આ વાયર નાંખવામાં કારણે કેટલાય વૃક્ષોના મૂળ તૂટી જાય છે અને ઝાડ પણ સુકાય જાય તો તેની જવાબદારી કોની છે. જે વર્કરો કામ કરી રહ્યા છે તેમની માટે કોઈજ સેફટી નથી. બીજા રાજ્યોના મશીનો ટોલ ટેક્સ ભર્યા વગર કામ કરે છે. અને અમારે રજૂઆત કરવી તો કોને કરવી તે એક મોટો સવાલ છે. અગાઉ પણ આજ રીતે જીઓ કંપનીએ કોઈની મંજૂરી લીધા વગર વાયર નાંખ્યો હતો. અને અમારે કેટલુંય નુકસાન થયું હતું.
ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા આ અંગે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવામાં તેવી મારી અને બીજા ખેડૂતોની માંગ છે. ત્યારે આ અંગે વડગામ મામલતદાર આર.સી.ઠાકોરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમારી કચેરી જોડેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. અને આ અંગે હું તપાસ કરીશ.

Download Our B K News Today App



Related News