સિધ્ધપુરને જોડતા સ્ટેટ હાઇવે પર ચેન બ્લોક મશીન ચાલવાથી રોડ પર ખાડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:34:15
  • Views : 502
  • Modified Date : 2019-08-04 11:34:15

વડગામ તાલુકાના પીલુચા થી સિધ્ધપુરને જોડતો સ્ટેટ હાઇવે આવેલો છે. આ સ્ટેટ હાઇવે પર બી.બી.એલ. કંપનીનું ચેન બ્લોક મશીન ચાલતાં રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે સ્ટેટ હાઇવેના અધિકારીએ બી.બી.એલ. કંપની એ જે ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. તેના જોડેથી રોડના સમારકામનો ખર્ચ વસુલવો જોઈએ તેવી ગ્રામજનો અને  વાહન ચાલકોની માંગ છે.
 હાલમાં દરેક ગામોને ગ્રામ પંચાયતને ઈન્ટરનેટથી કનેક્ટ કરવા બી.બી.એલ. કંપનીએ અંદર ગ્રાઉન્ડ વાયર નાખવા માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. આ ખાનગી એજન્સીના સત્તાધીશો જડપી કામ પૂરું કરવા માટે પોતાની મનમાની કરી રહ્યા છે. તાલુકાના રોડોની સાઈડો ખોદી નાખી છે અને જેને લઈ વડગામ માર્ગ મકાન કચેરી દ્વારા એજન્સીને કોદરામથી કલેડા રોડ રીપેર કરવા માટે નોટિસ પણ આપી હતી. આ ખાનગી એજન્સી નોટિસ અંગે આખ આડા કાન કરી પોતાની મનમાની કરી રહ્યા છે. તેમને
પીલુચાથી ડાલવાણા રોડ પર ચેન બ્લોક મશીન ચલાવી રોડ
પર ખાડા કરી નાંખ્યા છે  જેના લીધે ભારે અકસ્માત સર્જાય તેવી
પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે
પીલુચા થી ડાલવાણા રોડ બે મહિના પહેલાં  જ  પહોળો અને નવેસરથી ફેવર કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટેટ ખાતાની કચેરીના અધિકારીઓ દ્વારા આ રોડનો સમારકામનો ખર્ચ એજન્સી જોડેથી વસૂલવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ અંગે ડાલવાણા ગામના અગ્રણી સંજયસિંહે હડિયો જણાવ્યું હતું કે આ જે અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવી રહ્યો છે તેમાં એજન્સીના માલિકો પોતાની મનમાની કરી રહ્યા છે અને આડેધડ ખોદકામ કરી અને રોડની હાલત બિસ્માર કરી દીધી છે. જ્યારે  ડાલવાણાનો રોડ બે મહિના પહેલાં જ નવો બનાવવામાં આવ્યો હતો. સ્ટેટ ખાતાના અધિકારીઓ રોડ ફેવર કરવા એજન્સી જોડેથી સમારકામનો ખર્ચ લે અને ફરીથી રોડ ફેવર કરવામાં આવે તેવી અમારી અને ગ્રામજનોની માંગ છે. જો આ અંગે સ્ટેટ ખાતાના અધિકારીઓ કોઈ પણ પ્રકારની એજન્સી સામે કાર્યવાહી નહી કરે તો તેની જવાબદારી સ્ટેટ ખાતાના જવાબદાર અધિકારીઓની રહેશે.


Download Our B K News Today App



Related News