કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ડીસાના યુવાને સેનેટાઇઝ થઈ શકે તેવું મશીન બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:29:09
  • Views : 459
  • Modified Date : 2020-04-01 11:29:09

કોરોના વાયરસના સંક્રમણને થતા અટકાવવા માટે બનાસકાંઠામાં ડીસાના યુવાને એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં  અત્યાર સુધી માત્ર હેન્ડ સેનેટાઈઝર  ઉપયોગમાં લેવાતું હતું પરંતુ આ યુવાને મામૂલી ખર્ચમાં સંપૂર્ણ વ્યક્તિ સેનેટાઇઝ થઈ શકે તેવું મશીન બનાવી કોરોનાને સંક્રમિત થતા અટકાવવા નવતર પ્રયોગ કર્યો છે.
કોરોના વાયરસને ખતમ કરવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં ખાસ કરીને સરકાર દ્વારા હેન્ડ સેનેટાઇઝ કરવા, મોઢા પર માસ્ક રાખવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવી સલાહ આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી સંપૂર્ણ વ્યક્તિ સેનેટાઇઝ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા સરકાર પાસે પણ નથી. ત્યારે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાગૃત ખેડૂતને કંઈક નવતર કરી સંપૂર્ણ વ્યક્તિ સેનેટાઇઝ કેમ ના થઇ શકે તે અંગે વિચાર આવ્યો અને આ વિચાર  બાદ ૨૪ કલાકમાં જ તેના મિત્રો સાથે મળી આ મશીન તૈયાર કરી નાખ્યું.  પાઇપ, ફુવારા, પાણી ની મોટર, લોખંડની એંગલો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી માત્ર ૨૦ હજારના ખર્ચે જ સંપૂર્ણ વ્યક્તિ સેનેટાઇઝ થઈ શકે તેવું અનોખું મશીન બનાવી દીધુ. એટલું જ નહીં પરંતુ સરકારી અધિકારીઓ સાથે મળી આ મશીન તેમણે ડીસાના જાહેર માર્ગ પર મૂકતા લોકો તેનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે.

Download Our B K News Today App



Related News