મસાલા બ્રેડ જોઈને જ આવી જશે મોમાં પાણી સ્વાદમાં છે એકદમ ટેસ્ટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 14:23:31
  • Views : 561
  • Modified Date : 2019-09-25 14:23:31

મસાલા પાવ તો તમે અનેક વખત ટ્રાય કર્યા હશે પરંતુ એક નવા ટ્વિસ્ટની સાથે આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જેના ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો આજે અમે તમારા માટે મસાલા બ્રેડની રેસીપી લઇને આવ્યા છીએ. જેમા પાવની જગ્યાએ તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો.


સામગ્રી4 નંગ – બ્રેડ

2 ચમચી – બટર

1/2 ચમચી – જીરૂ

2 ચમચી – સૂકા લાલ મરચાં

1 ચમચી – લસણની પેસ્ટ

2 નંગ ડુંગળી

1 નંગ – કેપ્સિકમ

2 નંગ – ટામેટા

1/2 ચમચી – લાલ મરચું

1/2 કપ – કોથમીર

1/2 ચમચી – લીંબુનો રસ

સ્વાદાનુસાર – મીઠું


બનાવવાની રીતસૌ પ્રથમ મસાલા બ્રેડ બનાવવા માટે ડુંગળી, ટામેટા, કેપ્સિકમને ઝીણા સમારી લો. હવે મધ્યમ આંચ પર એક પેનમાં બટર ગરમ કરી લો. તેમા ડુંગળી ઉમેરીને બરાબર ફ્રાય કરી લો. તે બાદ તેમા લાલ મરચું, લસણની સૂકી પેસ્ટ, ઉમેરીને એક મિનિટ રાખો. હવે તેમા કેપ્સિકમ ઉમેરીને નરમ થાય ત્યાં સુધી તે સીઝવા દો. હવે તેમા ટામેટા, લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે 1-2 મિનિટ બાદ તેમા બ્રેડના ટૂકડા ઉમેરી લો અને તેને બરાબર હલાવી લો. હવે ઉપરથી લીંબુનો રસ મિક્સ કરીને લો. તૈયાર છે મસાલા બ્રેડ… ગરમા ગરમ સર્વ કરો

Download Our B K News Today App



Related News