મડાણા ગઢ રોડ પર મારુતિ ૮૦૦ ગાડીમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:33:29
  • Views : 480
  • Modified Date : 2019-05-03 11:33:29

પાલનપુર તાલુકાના ગઢથી મડાણા જતા રોડ પર એક મારુતિ ૮૦૦ ગાડીમાં અચાનક આગ લાગતાં ગાડી ચાલક સમય સુચકતા વાપરીને ગાડીમાંથી ઉતરી જતાં જાનહાની ટળી હતી અને ત્યાંથી પસાર થતાં લોકોએ ફાયરફાયટરને જાણ કરી હતી. પરંતુ ફાયરફાયટર ન આવતાં રોડ ઉપર આવેલા ખેતર માલીકોએ પોતાના બોર ચાલુ કરી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે
પહેલા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
આગના કારણે ખેતરની વાડ પણ સળગી ગઈ હતી.
પરંતુ લોકોની સમય સુચકતાથી મોટી જાનહાની થતાં અટકી હતી. પ્રાથમીક તપાસમાં આગ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યુ હતું.


Download Our B K News Today App



Related News