ડીસા પાટણ હાઈવે પર મારુતિ કાર પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 12:05:34
  • Views : 303
  • Modified Date : 2022-04-22 12:05:34

ડીસા પાટણ હાઈવે પર મારુતિ કાર પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

 

ડીસા થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસામાં છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ખાસ કરીને વાહનોના ડ્રાઇવરો વારંવાર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા પાટણ હાઈવે પર બજાર હતું જેમાં ડીસા પાટણ હાઈવે પર આવેલ શુભમ પાર્ક નજીક પસાર થતી ટાટા નેક્સન કાર ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રોડની સાઈડ નજીક પલટી ખાઇ જવા પામી હતી અચાનક બનેલી ઘટનાના પગલે આસપાસના રાહદારીઓ ભેગા થઇ ગયા હતા જોકે કારમાં ઝલક સિવાય અન્ય કોઈ વ્યક્તિ કારમા હતી નહીં તેમજ બપોરના સુમારે ગરમીમાંથી લોકોની અવરજવર પણ ઓછી હોવાથી કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ અકસ્માતના પગલે કારણે મોટુ નુકશાન થવા પામ્યું હતું.

Download Our B K News Today App



Related News