ઝેરડા ગામે દલિત સમાજના યુવકોને માર માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:40:19
  • Views : 4111
  • Modified Date : 2019-11-27 11:40:19

ઝેરડા ગામમાં રહેતા દલિત સમાજના સહદેવભાઈ અને મુકેશભાઈને ઝેરડા ગામના વિજુભા, શણગારસિંહ વનરાજસિંહ અને હુરસિંહ આ બંનેને અપશબ્દો બોલીને ઢોર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે માર મારતા આ બંનેને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઝેરડા ગામમાં રહેતા મુકેશભાઈ હરચંદભાઈ સોલંકી હોટલમાં ખુરશીમાં બેઠા હતા. તેથી ઝેરડા ગામના વિજુભા એ મુકેશભાઈને કીધું હતું કે અમે દરબાર છીએ તું અમારી સામે કેમ ખુરશીમાં બેઠો છે. હવે તું મને સામો ના મળતો  ત્યારે મુકેશભાઈએ કીધું કે તું મને શું.. એટલું કહીને મુકેશ ભાઈ નાસી ગયા હતા. ત્યારે સહદેવભાઈ
પોપટભાઇ ડાભી સાંજના સમયે પાંચ વાગ્યાના સુમારે દૂધની બરણી લઈને દૂધ ભરાવા જઈ રહ્યા હતો તે દરમિયાન ઝેરડા ગામના પશુ દવાખાનાની સામે મુકેશભાઈ હરચંદભાઈ તેમના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ઝેરડા ગામના દરબારો વિજુભા, શણગારસિંહ, વનરાજસિંહ અને હુરસિંહ તથા અન્ય શખ્સોએ મુકેશભાઈને રસ્તામાં ઉભા રાખીને આ તમામ શખ્સોએ મુકેશભાઈને ગાળાગાળી કરી હતી અને કીધું હતું કે અમારી આગળ ખુરશીમાં  કેમ બેઠો હતો અને તું શું બોલીને ગયો હતો. એમ કહી મુકેશભાઈને ગાળાગાળી કરી અને અપશબ્દો બોલીને દરબારોએ કીધું હતું કે તું મારી માફી માંગ અને તું અમારા પગે પડીને એવું કે મારી ભૂલ થઈ ગઈ ત્યારે મુકેશભાઈએ આ તમામ લોકો સામે માફી માંગી હતી. આ તમામ શખ્સો મુકેશભાઈને ગાળો બોલતા હતા. તેથી મુકેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા મુકેશભાઈને ઢોર માર માર્યો હતો. ત્યારે સહદેવભાઇ પોપટભાઇ મુકેશભાઈ બચાવવા માટે વચમાં પડતા સહદેવભાઈને પણ ગડદાપાટુંનો ઢોર માર માર્યો હતો. ત્યારે આ બંનેને નાની-મોટી ઈજાઓ થતા ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સહદેવભાઈના પિતા પોપટભાઈ તેમજ મુકેશભાઈના પિતા હરચંદભાઈ અને ગામના તમામ દલિત સમાજ મળીને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં વિજુભા, શણગારસિંહ, વનરાજસિંહ અને  હુરસિંહની  સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓને ૨૪ કલાકમાં ધરપકડ કરવામાં આવે અને અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેથી અમારી સાથે કોઈ  અનિચ્છનીય બનાવ ન બને.

Download Our B K News Today App



Related News