માર્કેટયાર્ડમાં સિઝનમાં સૌથી વધુ 23021 મણ કપાસના જથ્થાની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:56:14
  • Views : 320
  • Modified Date : 2019-10-23 13:56:14

દિવાળી નજીક આવતા પાટણ માર્કેટ યાર્ડમાં કપાસ ના જથ્થાનું પ્રમાણ વધી રહ્યું છે સોમવારે સીઝનનો સૌથી વધુ 23021 મણ જથ્થો આવ્યો હતો જેના કારણે સાંજ સુધી હરાજી ચાલી હતી હજુ આવક વધવાની શક્યતાઓ છે કપાસના મણના રૂ.850 થી1121 સુધીના ભાવ પડ્યા હતા. આ વખતે પાટણ જિલ્લામાં 43206 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું.પરંતુ પાછોતરા વરસાદે પાક બગાડતા ઉત્પાદન પર માઠી અસર થઈ છે.પાટણ માર્કેટયાર્ડ દિવાળીના તહેવારો નજીક આવતા ગંજ બજારમાં કપાસની આવક વધતી જઈ રહી છે મંગવારે કપાસનો 23021 મણ જથ્થો આવ્યો હતો જેને પગલે ગંજ બજારમાં ધમધમાટ શરૂ થયો છે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષાની સરખામણીએ આવક ઓછી આવી રહી છે. આ અંગે વેપારી અગ્રણી હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતના દિવસો કરતા કપાસની ગુણવત્તામા સુધારો છે જેના કારણે શરૂઆતના દિવસો કરતા ભાવ પણ સુધર્યા છે. સામે તહેવાર હોવાથી આવક હજુ વધી શકે છે.

Download Our B K News Today App



Related News