ટેટી માં નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 13:10:12
  • Views : 691
  • Modified Date : 2019-04-17 13:11:09

છેલ્લા ઘણા દિવસથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો ગરમીથી અકલાઈ ઉઠ્યા હતા.. પરંતુ ગઇકાલથી અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદલછાયું થઈ ગયું હતું અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો.. અને ત્યારબાદ જોત જોતામાં આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસના બરફના કરા પાડવાની શરૂઆત થઈ ગઈ હતી,. અચાનક આટલા મોટા આકારના બરફના કરા પડવાની શરૂઆત થતાં લોકો પણ અચંભિત થઈ ગયા હતા. અને શહેરના રસ્તા અને ખેતરોમાં પર બરફની ચાદર છવાઈ ગઈ હતી.. બરફના કરા પડતાં સૂકા ભઠ્ઠ ડીસા શહેરમાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા.. આ ઉપરાંત બરફના કરાના આકાર એટલા મોટા હતા. કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા. અને વાહન ચાલકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.. આ ઉપરાંત ડીસા,દિયોદર, ભાભર અને લાખણી પંથક માં ભારે કરા વર્ષાને લઈ ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટી અને તડબૂચના પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં ઉગેલી ટેટી પર બરફ વર્ષાની માર જોવા મળી હતી. બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઑ પણ ફૂટી ગઈ છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.. એક અંદાજ મુજબ જિલ્લામાં કરા વર્ષને પગલે ૩૦૦થી ચારસો કરોડનું નુકશાન એક માત્ર ટેટીના વાવેતરમાં થયું છે, તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં માં મોટા ભાગના ખેડૂતોએ તમાકુ નું વાવેતર કર્યું હતું જે તમાકુ નો પાક હજુ ખેતર માં બરાબર પાક્યો પણ ન હતો અને ગઈકાલે પડેલ કરા સાથે ના વરસાદ ના કારણે તમામ તમાકુ ના પાક માં નુકશાન થવા પામ્યું છે તે ઉપરાંત ડીસા માર્કેટયાડ માં ખેડૂતો દ્વારા મુકવામાં આવેલ તમાકુની બોરીઓ પણ વરસાદ ના કારણે પલળી જતા ખેડૂતોને લાખો નું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ ખેડૂતો ની માંગ છે કે સરકાર ખેડૂતોને કંઈક સહાય કરે...

Download Our B K News Today App



Related News