ગાંધીનગરના ત્રણ માર્કેટ યાર્ડમાં ૧૧૬૬ ક્વિન્ટલ શાકભાજીનું વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 15:51:26
  • Views : 442
  • Modified Date : 2020-03-30 15:51:26

ગાંધીનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના કારણે થયેલા લોક ડાઉન દરમ્યાન જિલ્લા વાસીઓને રોંજિદી જરૂરિયાત એવા લીલા શાકભાજી પર્યાપ્ત માત્રામાં મળી રહે અને તેનું કાળા બજાર ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સુચારું આયોજન કર્યુ  છે. ગાંધીનગરના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્વેતાબેન પટેલે  જણાવ્યું છે કે,  ગાંધીનગર જિલ્લામાં શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં શાકભાજીનો પૂરતો જથ્થો લઇ ખેડૂતો શાકભાજીના હોલસેલ માર્કેટમાં આવી રહ્યા છે. દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા ખાતેના શાકભાજીના હોલસેલ માર્કેટ આવેલા છે. ત્યાં નિયમિત સવારના સમયે દહેગામ, ચંદ્રાલા અને અન્ય જગ્યાએથી લીલી શાકભાજી નિયત સમયમાં આવી જાય છે. તા. ૨૮મી માર્ચના રોજ આલમપુર શાકમાર્કેટમાં બટાકા- ૮૦ કિવન્ટલ, ડુંગળી- ૭૦ કિવન્ટલ, ટામેટા – ૧૮૦ કિવન્ટલ અને લીલા શાકભાજી ૨૩૦ ક્વિન્ટલ મળી કુલ – ૫૬૦ ક્વિન્ટલનો શાકભાજી વેચાણ અર્થે આવ્યું હતું. તેમજ માણસા શાકભાજી માર્કેટ યાર્ડમાં બટાકા – ૫ ક્વિન્ટલ, ટામેટા – ૧૧ ક્વિન્ટલ અને લીલા શાકભાજી – ૬૦ ક્વિન્ટલ મળી કુલ- ૭૬ ક્વિન્ટલ શાકભાજી માર્કેટમાં વેચાવા માટે આવ્યું હતું. તેની સાથે કલોલ માર્કેટ યાર્ડમાં ટામેટા – ૧૨૦ ક્વિન્ટલ અને લીલા શાકભાજી ૪૧૦ ક્વિન્ટલ મળી ૫૩૦ ક્વિન્ટલ શાકભાજી વેચાણ માટે આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં શાકભાજીનો માલ લઇ આવતાં ખેડૂતો, શાકભાજીના વાહનો અને હોલસેલ વેપારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવે છે, તે સરળતાથી કેવી રીતે મળી રહે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. એ.પી.એમ.સી થકી પણ શાકભાજીનું વિતરણ સુચારું રીતે થાય તેવું પણ આયોજન કરવામાં આવનાર છે. હાલમાં મધુર ડેરી દ્વારા નિયમિત રીતે હોલસેલ માર્કેટમાંથી લીલા શાકભાજીની ખરીદી કરીને ગાંધીનગરના વિવિધ સેકટરો અને આસપાસના વિસ્તારમાં શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત મધુર ડેરી દ્વારા ૭ થી ૮ પાર્લર પર ૠપણ શાકભાજીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 


Download Our B K News Today App



Related News