પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 10:55:41
  • Views : 448
  • Modified Date : 2019-07-14 10:55:41

બે જુદા જુદા સમાજના પ્રેમીપંખીડા એક માસ અગાઉ ભાગી ગયા હતા અને પછી પ્રેમલગ્ન કરી ખાનગી જગ્યાએ રહેવા લાગ્યા હતા. ત્યારે આ બન્ને પ્રેમી પંખીડાનો જાનથી મારી નાંખવાની ધમકીનો વીડિયો વાયરલ થતા સમગ્ર
પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કાંકરેજ તાલુકાના ઇસરવા ગામના રબારી સમાજની દીકરી અને પ્રજાપતિ સમાજનો દીકરો એક બીજા સાથે આંખ મળી જતા પ્રણય ખીલી ઉઠયું હતું અને પછી ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિવારના લોકો આ પ્રેમીપંખીડાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો લાગ્યો ન હતો.   ત્યારબાદ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને પછી લગ્નની નોંધણીને લઈ સામાજિક રીતે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે થોડા દિવસો પસાર થતા એક વિડીયો વાઇરલ કર્યો હતો. જેમાં  રબારી સમાજ દ્વારા ૪૦ થી ૫૦ માણસો ભેગા મળીને પ્રજાપતિના ઘરે આવીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો વીડિયો વાઇરલ થતાં તંત્રમાં અને પછી બંને સમાજમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. આ વીડિયોમાં આ  યુવતીએ ાતાના માતાપિતા અને કુટુંબીઓ અર્જુન પ્રજાપતિના પરિવારને હેરાન પરેશાન ન કરવા અપીલ કરી છે. થરા પી.એસ.આઈ. રજા ઉપર હોવાથી દિયોદર  પી.એસ.આઈ. સોલંકી પાસે ચાર્જ હોવાથી કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું ? પરંતુ અત્યારે આ વાઈરલ વીડિયોને લઈ લોકો ફિટકારની લાગણી અનુભવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઇસરવા ગામની ઘટના અંગે હજુ સુધી વધુ વિગતો બહાર આવે એવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News