ઓવરટેક દરમિયાન સામેથી આવતું વાહન જોઈને સંતુલન ગુમાવી બેઠો ટ્રક ચાલક, ગાડીનો કચ્ચરઘાણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 14:57:29
  • Views : 478
  • Modified Date : 2021-04-02 14:57:29

    રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે સવારે એક ભીષણ એક્સિડન્ટમાં 4 લોકોના મોત થયા છે. ઓવરટેક દરમિયાન સામેથી આવતા વાહનને જોઈને સ્પીડમાં આવતા ટ્રકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરિણામે ટ્રક પર લોડ બે કન્ટેનર પલટી ખાઈ ગયા હતા. એક કન્ટેનર બાજુમાં ચાલતી કાર પર પલટી ખાધી હતી જ્યારે બીજુ કન્ટેનર રસ્તા પર પડ્યું હતું. ભારે કન્ટેનક કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં મુસાફરી કરતાં પતિ-પત્ની સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

    પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના સવારે સાડા આઠ વાગે બાલરાઈ પાસે થયો હતો. જોધપુરથી 4 લોકો સવારે એક કારમાં સિરોહી તરફ જતા હતા. તેમાં એક મહિલા અને ત્રણ પુરુષ હતા. તે જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. તેમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યા હતા. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રક ચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ગભરામણમાં સંતુલન ગુમાવી દીધું હતું. તેના કારણે ટ્રક પર લોડ બંને કન્ટેનર ઉંધા પડી ગયા હતા. તેમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું.

    ભારે કન્ટેનર વચ્ચે કાર દબાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈને જેસીબીની મદદથી કન્ટેનર હટાવ્યું હતું. ત્યાં સુધી કારમાં મુસાફરી કરતા મનોજ શર્મા, અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મિ અને બુદ્ધરામ પ્રજાપતનું મોત થઈ ગયું હતું. આ દરેક લોકો જોધપુર રહેતા હતા.


Download Our B K News Today App



Related News