ધાનેરાના મગરાવા ગામે દુધડેરી ઉપર મારામારી ત્રણ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 11:12:54
  • Views : 673
  • Modified Date : 2019-05-09 11:12:54

ધાનેરાના મગરાવા ગામે આવેલ મગરાવા મહિલા દુધડેરી ઉપર દૂધ ભરાવવા બાબતે મારામારી થતાં ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ધાનેરા સરકારી હોÂસ્પટલ લવાયા હતા અને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોના મગજના
પારા પણ ગરમ થઇ રહ્યા છે. મંગળવારે સવારે મગરાવા ગામે આવેલ પટેલવાસ મહિલા દૂધ મડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા  દેવાભાઇ પનાભાઇ પટેલ દૂધ ભરી રહ્યા હતા ત્યારે પોતાના જ ગામના  શંકરભાઇ વોહતાભાઇ પટેલ, વિરભાણભાઇ જેસુંગભાઇ
પટેલ તથા રઘાભાઇ જોઇતાભાઇ પટેલ આ ત્રણે લોકો હાથમાં લાકડી અને ધોકા લઇને મંડળી ઉપર આવેલ અને કહેવા લાગેલ કે આ મંડળી બંધ કરી નાખ તેમ કહી ગાળા ગાળી કરવા લાગેલા અને મંત્રીને ગડદા પાટુનો માર મારવા લાગેલા. જેથી ત્યાં દૂધ મડળીમાં ઉભેલા મંત્રીના સગા સોનાભાઇ, પ્રવિણભાઇ તથા રાજેશભાઇ છોડાવવા વચ્ચે
પડતા શંકરભાઇએ સોનાભાઇને માથામાં લાકડી મારેલ તેમજ વિરભાણભાઇએ
પ્રવિણભાઇને પોતાના હાથમાં રહેલ ધોકો હાથ ઉપર મારેલ. તેમજ રઘાભાઇએ રાજેશને પગના ભાગે ધોકો મારેલ અને આ ત્રણે લોકોએ બુમાબુમ કરતા અન્ય લોકો આવી જતાં આ લોકો જતા જતા કહેતા ગયા કે જો ડેરી ચાલુ રાખી તો જાનથી મારી નાંખીશ.  આ ત્રણે ઘાયલ ઇસમોને ડેરીના મંત્રીએ પોતાની ગાડીમાં નાંખીને ધાનેરા સરકારી હોÂસ્પટલમાં સારવાર માટે લાવેલ. જેથી આ મારામારી કરનાર (૧) શંકરભાઇ વોહતાભાઇ પટેલ, (૨) વિરભાણભાઇ જેસુંગભાઇ પટેલ (૩) રઘાભાઇ જોઇતાભાઇ પટેલ તમામ રહે. મગરાવા તા. ધાનેરા વાળા સામે પોલીસે ગુનો દાખલ કરી  ઇસમોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News