ધાનેરા તાલુકાની ઘટના,મંડપના કામને લઇ તકરાર થતાં રવિ ગામના યુવકને બોલેરોમાં ઉપાડી જઇ માર મારીને ફેંકી દીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 11:35:07
  • Views : 888
  • Modified Date : 2020-07-18 11:35:07

ધાનેરા તાલુકાના રવિ ગામે એક યુવકની હત્યાના સમાચાર મળતા ધાનેરા પોલસિ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં એક યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી અને તેના પરિવારના લોકોએ ધાનેરા પોલીસ મથકે ૬ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ છ ઇસમોને ગણત્રીના સમયમાં ઝડપી પાડ્યા હતા.
પરંતુ આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે બાબતે કોઇ સત્ય બહાર આવવા પામ્યુ નથી.
ધાનેરા તાલુકાના રવિ ગામે રહેતા સંજયભાઇ કેવાભાઇ ગલચર દ્વારા ધાનેરા ફરિયાદ આપવામાં આવી હતી કે તેઓ પોતાના કેવાભાઇ ગલચર અને સાત ભાઇ બહેનો સાથે રહીને પોતાનુ ગુજરાન ચલાવે છે. જેમાં ગુરુવારના રાત્રીના ૧૦ વાગ્યાના સમયે રવિ ગામના ગૌતમભાઇ જયદેવભાઇ
પુરોહિત, કિર્તીભાઇ મોહનભાઇ પુરોહિત, રામાભાઇ કપુરાભાઇ પુરોહિત, રામાભાઇ બાબુજી પુરોહિત, ચેતનભાઇ ધિરાજી પુરોહિત તથા હંસરાજભાઇ ચમનાજી
પુરોહિત વગેરે તેમના ઘરે આવેલ અને પિન્ટુભાઇને મંડપના કામ માટે ગાળાગાળી કરીને બોલેરો કેમ્પરમાં નાંખીને ઉપાડી ગયેલા અને આખી રાત ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી ત્રણ રસ્તા પાસે ફેકી દીધો હોવાની ફરિયાદ નોંધાવતા ધાનેરા
પોેલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આ છ આરોપીઓને પકડી લીધા હતા અને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને આ અંગેની જાણ એસ.સી. એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ને કરવામાં આવતા તેઓએ ધાનેરા
પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News