માઉન્ટ આબુમાં ભારે વરસાદ ન પગલે અનેક વૃક્ષો ધરાશયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 13:05:00
  • Views : 510
  • Modified Date : 2021-07-31 13:05:00

     ગુજરાત સહિત સમગ્ર રાજસ્થાનમાં વરસાદ હવે જોર પકડ્યું છે એક બાદ એક અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે કોરોના મહામારી હળવી થતાં અને વરસાદના કારણે માઉન્ટ આબુ નું વાતાવરણ આહલાદક બનતા જે ગુજરાતીઓ ભારે ધસારો વધી રહ્યો છે. દર વર્ષે વરસાદની શરૂઆત થતાની સાથે જ ગુજરાતીઓ મોટી સંખ્યામાં માઉન્ટ આબુ નું વાતાવરણ જોવા માટે પહોંચી જતા હોય છે ત્યારે આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે.

જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે .સતત વરસાદ ન અકારને ભેજવાળી જમીન થતા ધરાશયી થયેલા વૃક્ષો નીચે 5 જેટલા  ગુજરાતીઓની ગાડી આવી જતાં ભારે નુકસાન થયું છે બે ગાડી માં તો ડ્રાઇવર બેઠા હતા અને વૃક્ષ ધરાશય થઇ ને ગાડી પર પડ્યા હતા. જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી.

માઉન્ટ આબુમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો જેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે પ્રવાસીઓના વાહનોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આ બનાવને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રાહત કામગીરી શરૂ કરી હતી.તેમજ વરસાદના કારણે પ્રવાસીઓને જર્જરિત મકાનો, વૃક્ષો કે હિલ સ્ટેશન થી દૂર રહેવા માટે પણ સૂચનાઓ પણ આપી હતી. ઘટના અંગે ગુજરાતી પ્રવાસી અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વૃક્ષ પડતા મારી ગાડી ને નુકસાન થયું છે.

 

Download Our B K News Today App



Related News