ભારે પવનથી બનાસકાંઠાના થરાદમાં અનેક વૃક્ષ ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 16:28:04
  • Views : 123
  • Modified Date : 2023-06-17 16:28:04

 બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં ભારે બરબાદી જોવા મળી રહી છે. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. થરાદ-ભાભોર હાઈવે પર ખાનગી બસ ફસાઈ છે. રોડ પર વૃક્ષ પડવાને કારણે બસ ફસાઈ છે. જે પછી ક્રેન દ્વારા બસને ટોઈંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વૃક્ષોને હાઈવે પરથી સાઈડમાં કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે.નડાબેટ સીમા દર્શન પોઈન્ટ ખાતે ભારે પવનથી નુકસાન પહોંચ્યું છે. સીમા દર્શન પોઈન્ટ ખાતે કેટલાક બોર્ડ, સોલાર લાઈટો અને વૃક્ષો જોરદાર પવન ફૂંકાતા તૂટી ગયા છે. આ સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદથી દરિયાની જેમ પાણી લહેરાતા જોવા મળી રહ્યાં છે. સરહદે લગાવેલા તાર ફેન્સિંગ પર BSFના સતર્ક જવાનો ચાંપતી નજર રાખી રહ્યાં છે. નડાબેટ સીમા દર્શન ખાતે પ્રવાસીઓ માટે સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. જો રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદ પડે તો નડાબેટ વિસ્તારમાં જળસ્તર વધે તેવી દહેશત છે.

Download Our B K News Today App



Related News