ગાંધીનગરના અનેક રોડ રસ્તા ચોમાસુ પૂર્ણ થયું હોવા છતાં ખખડધજ હાલત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 12:12:32
  • Views : 186
  • Modified Date : 2022-10-11 12:12:32

    ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે અને હવે નવરાત્રી પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં ગાંધીનગરના અનેક રસ્તા ખખડધજ અને બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યા છે. સેકટર ૧૧માં સુમન સિટી સામેનો રોડની હાલ પણ અતિ બિસ્માર છે. તેને જાેતાં એવું લાગે છે કે, રોડની અંદર ખાડા નહિ પરતું ખાડાની અંદર રોડ બનાવ્યો હોય. બીજી તરફ ચોમાસા દરમિયાન શરૂઆતમાં જ અનેક રોડ રસ્તા પાટનગરના એવા છે જ્યાં સમાન્ય વરસાદમાં પણ રોડ ખરાબ થઈ ગયો હતો.તંત્ર નિષ્ક્રિય બનીને બેસી રહે છે સેકટર ૧૧માં રાધે સ્વીટની સામેનો રોડ આખો ખરાબ થઈ ગયો છે. ચોમાસા પછી રોડ રસ્તાનુ રીપેરીંગ કામગીરી શરૂ થતી હોય છે. પરતું હજુ સુધી રોડ રસ્તાની હાલત એમની એમ જ છે. લોકો ટેકસ ચૂકવે છે સામે અપેક્ષા રાખતા હોય છે કે તેમના રોડ રસ્તાની સુવિધા સારી મળે પરતું તેમ છતાં ચોમાસા પછી ના સારી સુવિધા મળી કે ના રોડની ગુણવતા સુધરી. જેને કારણે સામન્ય વરસાદમાં પણ રોડ ખરાબ થઈ જાય છે અને સામાન્ય નાગરિકોને તેના ભોગ બનવું પડે છે. પરતું તંત્ર નિષ્ક્રિય બની બેસી રહે છે.

Download Our B K News Today App



Related News