બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:21:38
  • Views : 505
  • Modified Date : 2021-09-11 12:21:38

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરમાં આજે વહેલી સવારથી ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાંણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ ક્યાંય વરસાદ દેખાતો હતો છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતના કારણે બનાસકાંઠા જિલ્લા પર અનેક સમસ્યાઓ ધરાઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વરસાદ વગર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ જિલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઇ છે પરંતુ ખેડૂતોને વરસાદથી કોઈ ફાયદો થઇ શકે તેમ નથી.

મોડે મોડે પણ ખૂબ રાહ જોવડાવ્યા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં ડીસા, પાલનપુર, કાંકરેંજ, લાખણી, વાવ, ભાભર સહિત ના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેથી ખેડૂતો પણ હરખાયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ નું આગમન થયું છે તેના કારણે લોકોએ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.

ભારતીય મોસમ ની આગાહી પગલે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે પાલનપુર શહેરમાં પણ આજે સવારે ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેના કારણે અનેક નીચાંણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.પાલનપુર માં બ્રિજેશ્વર કોલોની, ગઠામણ પાટિયા,આબુરોડ હાઇવેગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીંચાણવાળા વિસ્તારોમાં તો ઘરો બે બે ફૂટ સુધી પાણી ગયું હતું. જેના કારણે લોકોની ઘરવખરી ને પણ ભારે નુકસાન થયું છે વિસ્તાર નીંચણાવાળો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. મહત્વની વાત છે કે દર વર્ષે નગરપાલિકા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ધુમાડો કરી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે છે પરંતુ પરિસ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે.

 

( પાણી ઘરો માં ઘૂસી જતા નુકસાન થયું છે  )

Download Our B K News Today App



Related News