ગુજરાતમાં વાવાઝોડાથી 45 લોકોના મોત, 80 હજાર વીજ પોલ ધરાશાયી, 9 હજારથી વધુ ગામોને અસર પહોંચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-19 13:21:37
  • Views : 253
  • Modified Date : 2021-05-19 13:21:37

    વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાવક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષા ધરાશાથી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જ ત્રણ હજાર કરતાં વધુ વૃક્ષો ધરાશાહી થયાં છે.તે ઉપરાંત કુલ 45 લોકોના મોત થયાં છે. રાજ્યમાં 80 હજારથી વધુ વીજ પોલ ઘરાશાહી થયાં છે. જ્યારે 9 હજાર ગામોને અસર પહોંચી.


    વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં પણ જોરદાર થઈ હતી. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેને લઈ અમદાવાદ શહેરમાં મોટું નુકસાન થયું છે. શહેરમાં 7 ઝોનમાં 1886 જેટલાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. 648 જેટલાં હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા છે. 71 જેટલાં કાચાં-પાકાં મકાનોને નુકસાન થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કંટ્રોલરૂમમાં, ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં અને બગીચા ખાતા એમ વિવિધ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં તાઉ-તેની અસરના પગલે ભારે પવનો સાથે ભારે વરસાદ થયો હતો અને તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝુંપડાને તેમજ વીજ લાઇનોને નુકસાનની ઘટનાઓ બની હતી.વિગતો પ્રમાણે પાદરા તાલુકામાં સૌથી વધુ 78 અને વડોદરા શહેરી વિસ્તારમાં 12 સહિત કુલ 108 વીજળીના થાંભલા પડી ગયા હતા, જે પૈકી 59 ઊભા કરી દેવામાં આવ્યા છે અને હાલ કામગીરી ચાલુ છે.પડી ગયેલા વૃક્ષોની સંખ્યા કુલ 163 હતી. શહેરમાં કુલ 21 ફીડરમાંથી 13 ફિડરમાં ઈલેક્ટ્રિસિટી રિસ્ટોર કરી દેવામાં આવી અને 9 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.


6 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી છે તો જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે અને એક બનાવ ગારીયાધારમાં વૃદ્ધનું મોત થયું છે. જ્યારે શહેરમાં પણ એક મોત નીપજ્યું છે. શહેર અને જિલ્લામાં વિજળી ગઈકાલથી ગુલ છે અને લોકો વાવાઝોડાની અસરથી સ્તબ્ધ છે.ભાવનગરમાં અનેક વૃક્ષોનો સોથ વળી ગયો, પર્યાવરણને ભારે નુકશાન, વૃક્ષો દૂર કરવા કોર્પોરેશને 16 જેસીબી અને 3 ક્રેઇન કામે લગાડી, રસ્તા બ્લોક થતા તંત્ર ધંધે લાગ્યું છે. શહેર અને જિલ્લામાં 1000 હજાર વિજપોલ, 134 વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા તેમ ડીઝાસ્ટર મેનેજમેન્ટએ જણાવ્યું હતું. ભારે પવનના પગલે પોણા શહેરમાં રાત્રે જ વીજ પુરવઠો ખોરવાયો હતો.


    રાજ્યમાં સૌથી વધારે અસર ઉનામાં જોવા મળી રહી છે. ઉનામાં ઠેરે ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે તેમજ કાચાં મકાનો બાંધી રહેતા લોકોનાં ઘર પણ પડી ભાંગતાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાના વિદ્યુતનગરમાં હુડકો સોસાયટીમાં રહેતાં વિધવાએ પોતાની આપવીતી દિવ્ય ભાસ્કરને કહી હતી. તેમણે જણાવ્યું હતું કે રાતે 170ની સ્પીડે પવન ફૂંકાતાં ઘર પડીભાંગ્યું હતું. આથી બે પુત્રો અને પોતાનો જીવ બચાવવા આખી રાત ખૂણામાં બેસી પસાર કરી હતી. અનાજ પલળી ગયું હોવાથી 18 કલાકથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, રાજ્યના 206 તાલુકાઓમાં તાઉ-તે વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર તાલુકામાં 5 ઈંચ, ઉમરગામમાં 4.8 ઈંચ, ઓલપાડમાં 4.5 ઈંચ, રાજુલામાં 4 ઈંચ, બોટાદ તથા સુરત શહેરમાં 3.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 3 ઈંચ, સિંહોરમાં 3.6, હાંસોટ, પાલિતાણા, પારડી અને વલ્લભીપુરમાં 2.9 ઈંચ, ઉમરાળામાં 2.7 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો.


Download Our B K News Today App



Related News