બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-19 સેવા ટીમ દ્વારા અલગ અલગ 6 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 11:36:29
  • Views : 266
  • Modified Date : 2021-05-26 11:36:29

    બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર માં છેલ્લા બે વર્ષ માં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ લોકો સારવાર હેઠળ છે ત્યારે આં કહેર માં કોરોના સિવાય ની અન્ય બીમારીમાં જે લોકોને બ્લડ ની જરૂર હોય છે તે લોકો માટે બહુ મોટી મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે બનાસકાંઠા કોવિડ 19 સેવા ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું આં ગ્રુપ દ્વારા હાલ કોરોના કહેરમાં બ્લડ ના ખૂટે તે માટે કેમ્પ કરી 900 થી વધુ બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું છે.

    કોરોનાની બીજી વેવ ભયાનક હતી ત્યારેઆં ગ્રુપમાં રહેલા સભ્યો પર મદદ માટે દર્દીઓના ફોન આવતા હતા જેમને બેડ,ઓક્સિજન ની જરૂરિયાત હોય તેવા લોકોને આં ગ્રુપ ના સભ્યો મદદરૂપ થતાં હતાં જોકે આદરમિયાન તેઓ હોસ્પિટલમાં જતા ત્યારે કેન્સર થેલેસિમિયા જેવા દર્દીઓ ને બ્લડ બ્લડ ની ખુબજ જરૂર પડતી હતી ત્યારે આં સમગ્ર બાબતે બલ્ડ બેંકમાં ફોન કરતા તે સમયે બ્લડ બેન્ક મા છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ને લઇ બ્લડની પણ તંગી હતી ત્યારે આં સેવા ટીમ દ્વારા નક્કી કર્યું કે આપણે જિલ્લામાં તાલુકે તાલુકે બ્લડ કેમ્પ કરીએ બલ્ડ એકઠું થાઈ તો કોઈ દર્દીને તકલીફ ન પડે એ હેતુથી લગભગ છ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે જેમાં 900 થી વધુ બોટલો એકત્રિત કારવામાં આવી છે આ બ્લડ મહેસાણા અમદાવાદ પાટણ બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં પહોંચાડવામાં આવે છે

    બનાસકાંઠા જિલ્લાના ડીવાયએસપી આર.કે.પટેલે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે તે દરમિયાન ઘણી બધી સેવા સંસ્થાઓ છે પોતપોતાની રીતે સમાજ ને સેવા યોગદાન કરે છે તે પૈકી બનાસકાંઠા કોવિડ 19 સેવા ટ્રસ્ટ પણ આ બાબતે ખૂબ જ ઉમદા કાર્ય કરે છે તે કાર્યના ભાગ રૂપે આજરોજ આદર્શ સ્કૂલમાં બલ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે અને અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ નો સમ્પર્ક કરી તેઓએ આ બાબતે સહયોગ માંગતા અમારી પોલીસ બ્લડ ડીનેશન કરવા ઇચ્છીત છે એમને પ્રોસાહિત કરી ને વધુમાં વધુ પોલીસ બલ્ડ ડોનેટ કરે તેવા પ્રયત્નો કરતા ઘણીબધી પોલીસ અત્યારે બ્લડ ડોનેટ કરે છે ને આ માનવતા નું ઉમદા કાર્ય છે હું આ ટ્રસ્ટ ને બિરદાઉ છું

    સેવભાવી યુવક હિતેશ ચૌધરી જણાવ્યું હતું કે બનાસકાંઠા કોવિડ 19 સેવા ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું કોરોના ની બીજી વેવ ભયાનક હતી અમારી પર દર્દીઓના ફોન આવતા હતા બેડ,ઓક્સિજન જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ શકતા હતા હોસ્પિટલમાં જતા એટલે કોઈ કેન્સરના દર્દીહોઈ કોઈ બાયપાસ માટે હોઈ એમને બ્લડ ની ખુબજ જરૂર પડતી હતી અમારી પર કોઈ દર્દીના ફોન આવતા એટલે એમને બલ્ડ બેંકમાં ફોન કરતા તે સમયે બ્લડ બેન્ક મા છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ને લઇ બ્લડ ઓછા પડ્યા હતા તો અમારી સેવા ટીમ દ્વારા નક્કી કર્યું કે આપણે જિલ્લામાં તાલુકે તાલુકે બ્લડ કેમ્પ કરીએ બલ્ડ એકઠું થાઈ તો કોઈ દર્દીને તકલીફ ન પડે એ હેતુથી લગભગ છ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે જેમાં 900 થી વધુ બોટલો એકત્રિત કારવામાં આવી છે હજુ આ બ્લડ મહેસાણા અમદાવાદ પાટણ બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં પહોંચાડવામાં આવે છે જો કોઈને જરૂર પડે તો અમારી સેવા ટીમનો સંપર્ક કરી તેમને બ્લડ પહોંચાડવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News