ડીસામાં રખડતી ગાયો તથા આખલા ના શીંગ પર રેડિયમ પટ્ટી લગાવવા માંગ રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જાન ગુમાવ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 12:03:14
  • Views : 164
  • Modified Date : 2022-06-16 12:03:14


ડીસા શહેરમાં રસ્તા પર રખડતા ઢોરોના કારણે દિનપ્રતિદિન વધી રહેલા અકસ્માતોના બનાવ  નિવારવા રખડતા ઢોરો ને યોગ્ય જગ્યાએ રાખવા  અથવા તેમના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અકસ્માતોનું નિવારણ થાય તેવા પ્રયાસો કરવા ડીસાની સિકુરામ સેવા સંગઠન તેમજ જીવદયાપ્રેમીઓએ આવેદનપત્ર આપી માંગ કરી છે.

 

 ડીસા સહિત રાજ્યભરમાં રસ્તા પર રખડતા ઢોરોના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે.જેમાં હજારો લોકોએ પોતાના જાન ગુમાવે છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રખડતા ઢોરોને પકડવા મુદ્દે સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી. સ્થાનિક લેવલે નગરપાલિકાઓ પણ પોતાની પાસે ઢોરવાડા કે અન્ય જગ્યાઓ હોવાનું બહાનું બતાવી હાથ ઊંચા કરી દે છે. ત્યારે ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી રખડતાં પશુઓના કારણે અનેક અકસ્માતો સર્જાય છે રખડતાં પશુઓના કારણે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટે છે બાબતે સ્થાનિક લોકોએ નગરપાલિકા માં રખડતાં પશુઓના નિકાલ માટે અનેકવાર આંદોલનનો કર્યા છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઇ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે હજુ પણ રખડતાં પશુઓના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આવા રખડતા ઢોરો અને આખલાઓ ના કારણે થતા અકસ્માતો નિવારવા ડીસાના જીવદયા પ્રેમીઓના બનેલા  સિકુરામ સેવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર,નાયબ કલેકટર, ચીફ ઓફિસર તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરાય અથવા રખડતા ઢોરોના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવવા ની માંગ કરી છે.

Download Our B K News Today App



Related News