ભીલડી પથંકમાં ઘણા ખેડૂતો ચોમાસુ વાવેતરથી વંચિત ખેડૂતો ના ઘરમાં હજારોના ભાવનું મગફળીનું બિયારણ લાવેલ પડી રહ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-23 11:42:18
  • Views : 273
  • Modified Date : 2022-07-23 11:42:18

 

સતત એકવીસ દિવસ થી વરશી રહેલા વરસાદ ને લીધે ખેડૂતો વાવેતર ના કરી શક્યા

વરસાદના લીધે ખેતરોમાં ઘાસ ચારો ઉગી નીકળ્યો

વાવેતર કરેલી મગફળી પણ ઘણા ખેડૂતોને ઉગી નહિ


ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ઘણી જગ્યાએ વરસાદે ભારે નુકસાન પણ કર્યું છે ત્યારે સતત એકવીસ દિવસથી વરસી રહેલા વરસાદે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભીલડી વિસ્તારમાં પણ ખેડૂતોને વાવેતર કરવો મુશ્કેલ બની ગયું છે સતત એકવીસ દિવસ થી ધીમીધારે વરસી રહેલા વરસાદે ના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવીને મૂકી રાખ્યા હતા પરંતુ દરરોજ વરસાદ આવી જતા ઘણા ખેડૂતો ભીલડી પંથકમાં હજુ સુધી મગફળીનું વાવેતર કરી શક્યા નથી ત્યારે મગફળીનું  ૨૫૦૦ ના ભાવનુ બિયારણ લાવેલું અત્યારે ઘણા ખેડૂતોના ઘરમાં પડી રહેલું છે તેમજ ખેતરોમાં વાવેતર ના થયું હોવાથી લીલો ઘાસચારો ઉગી નીકળ્યો હતો ત્યારે આગામી સમયમાં હજી પણ વરસાદનું જોર વધવાના કારણે ખેડૂતો વાવેતર કરવું મુશ્કેલ બની રહ્યું છે

 

સતત એકવીસ દિવસ થી વરસાદને લીધે મગફળીનું વાવેતર થઈ શકયું નથી પરંતુ વરસાદ પહેલા જે મગફળીનું વાવેતર થયું હતું તે પણ સતત વરસાદને લીધે નિષ્ફળ નિવડ્યું છે ત્યારે વાવેતર કરેલી મગફળી પણ સતત પાણી ભરાવાના કારણે બળી જવા પામી હતી

Download Our B K News Today App



Related News