મચ્છુના પાણીમાં હજુ પણ અનેક મૃતદેહ હોવાની આશંકા : સ્પેશ્યલ મશીન મંગાવી શોધખોળ શરૂ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-31 11:21:40
  • Views : 206
  • Modified Date : 2022-10-31 11:21:40

  મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો. ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ મચ્છુ નદીમાં પડવા લાગ્યા, જેમાંથી 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. જેના કારણે મોરબીમાં બચાવ કામગીરીમાં ડ્રિપ ટ્રેકર મશીન માંગવામાં આવ્યું છે. ડ્રિપ ટ્રેકર મશીનની મદદથી મૃતદેહ શોધવાની કામગીરી કરાશે. મોરબી ઝુલતો પુલ તૂટતા સેના સહિત રેસ્ક્યૂ ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. નદીનું પાણી ઓછું કરવા ચેકડેમને તોડવામાં આવી રહ્યો છે. મચ્છુ નદી પરના ચેકડેમ તોડી પાણી ઓછુ કરાશે. નદીમાંથી પાણીના નિકાલ માટે ચેકડેમ તોડવાની કામગીરી ચાલી રહી છે. ચેકડેમમાં 10 ફૂટનું ગાબડુ પાડીને પાણી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીમાં હોનારત... દુર્ઘટના એવી કે આખા ગુજરાતની આંખોમાં આંસુ આવી ગયા. બાળકો અને મહિલાઓના મૃતદેહો જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠયા, આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે. 

 

Download Our B K News Today App



Related News