જામનગરના સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 16:30:17
  • Views : 91
  • Modified Date : 2023-07-01 16:30:17

જામનગરને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યાં બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. વરસાદને કારણે જામનગરના સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન બની ગયા. જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. ત્યારે ગુલાબનગર વિસ્તારમાં હજી પણ ઘરોમાંથી પાણી ન ઓછરતા લોકો હેરાન પરેશાન થયા છે. લોકો પાણી વચ્ચે જ રાત વિતાવવા મજબૂર બન્યાં હતા.એટલું જ નહીં ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી હોવાથી લોકોને ખાવાના પણ ફાંફા પડ્યાં. તો 20 કલાકનો સમય વિતવા છતાં હજી સુધી લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ગુલાબનગરની 10 જેટલી સોસાયટીમાં વરસાદી પાણી ફરી મળ્યાં હતા. 10 સોસાયટીના 1 હજારથી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. જો કે પાણી ભરાયાને 20 કલાકનો સમય વિતવા છતાં હજી સુધી પાણી ઓછર્યા નથી.

Download Our B K News Today App



Related News