માનવતા ગ્રુપ ભાભર દ્વારા નગરપાલિકા ના સફાઈ કામદાર ના હસ્તે પાણી ની પરબ નો શુભારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 17:44:30
  • Views : 596
  • Modified Date : 2020-06-01 17:48:28

ઉનાળાની સીઝન અત્યારે ચરમસીમા ઉપર પોકી ગઈ સે . ધોમ ધખતી ગરમીની શરૂઆત ધીમે ધીમે વધી રહી છે. તેવામાં ઘણા લોકો પક્ષીપ્રેમી હોય છે. આવા પક્ષપ્રેમીઓ પક્ષીઓ માટે ચકલીઘર તો કોઇ પાણીના કુંડાનું વિતરણ કરે છે. પાણી બચાવો, પાણી પીવડાવો અને તરસ્યા લોકોના જીવ બચાવો. તરસ્યા લોકો માટે પાણીની પરબ બંધાવો એ પણ એક પુણ્યનું જ કામ છે. ટીપે ટીપે તો સરોવર ભરાય પણ કામ એવું કરો કે એ સરોવરથી દરિયો ભરાય અને તરસ્યા લોકોની તરસ છીપાય. આ સૂત્રને માનવતા ગ્રૂપ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે...બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં માનવતા ગ્રુપ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પાણીની પરબ અને જીવાબા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પક્ષીઓ માટે કુંડા  અને પક્ષીઓ માટે ચણ ઘર નું વિતરણકરવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News