ગઢ ખાતે કેટરીંગના માલિકની માનવ સેવા મહેંકી ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 17:53:09
  • Views : 775
  • Modified Date : 2020-04-06 17:53:09

ગઢ ખાતે કેટરીંગના માલિકની માનવ સેવા મહેંકી ઉઠી

 

પાલનપુર તાલુકાના ગઢ ગામના અને આનંદ કેટરસના માલિક વસંતભાઈ આચાર્ય હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકડાઉનના કારણે જ્યાં સેવાકીય સંસ્થાઓ ની:શુલ્ક ભોજન જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડી રહી છે એવી જગ્યાએ વસંતભાઈ આચાર્ય ગઢ અને લાલગીરી ગોસ્વામી બન્ને મિત્રો સેવાના લાભાર્થે રસોઈ બનાવવામાં મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે વસંતભાઈ વિશે જો વધુ માં વાત કરવામાં આવે તો વસંતભાઈ આચાર્ય ગઢ ગામના તેમના કારીગરોને પોતે રાસન કીટ બનાવી આપી રહ્યા છે એને પોતે પણ હાલ તેમનાથી થતો સેવાનો સહયોગ કરી રહ્યા છે, આમ, દરિયાદિલી ધરાવતા વસંતભાઈ આચાર્યની સમગ્ર ગઢ પંથક જ નહીં પરંતુ આખા બનાસકાંઠામાં તેમની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.  રમેશ પટેલ

Download Our B K News Today App



Related News