ગાંધીનગર જિલ્લાની દૂધ મંડળીઓના મંત્રીઓની તાલીમ શિબીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:19:03
  • Views : 254
  • Modified Date : 2021-02-15 12:19:03

ગાંધીનગર જિ.લ્લા સહકારી સંઘ.લી. દ્વારા
તાજેતરમાં ગાંધીનગર જિલ્લાની દૂધ મંડળીઓના મંત્રીઓની તાલીમ શિબીર રાખેલ. આ તાલીમમાં મધુર ડેરીના ડૉ. ડી.એસ.પટેલ દ્વારા સહકારી ધોરણે દૂધનો ધંધો, આર્દશ પશુપાલન, પશુના બે વિયાણ વચ્ચેનો ગાળો ટૂંકો કરવો, પશુઆહાર, કૃત્રિમ બીજદાન અને ઓછા ખર્ચે વધુ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માર્ગદર્શન આપેલ.
કોરોના કાળના ૧૦ મહિના જેટલા લાંબા સમયગાળામાં તમામ દૂધ સંઘોએ દૂધ મંડળીઓનું દૂધ એકત્રીકરણ કરી દૂધની ડીમાન્ડ કરતાં સપ્લાય વધુ હોવા છતાં મંડળીઓનું દૂધ બંધ ન રાખી - દૂધ ઉત્પાદકોને દૂધનાં નાણાં દર દસ દિવસે મળતાં રહે તેવા પ્રયત્નો કરેલ. તમામ નોકરી, ધંધા બંધ હોવા છતાં દૂધનો ધંધો ચાલુ રાખી કપરા સમયમાં ખેડૂતોની આવક ચાલુ રાખી. પશુપાલકો આત્મનિર્ભર બને તે માટે ખેતી, પશુપાલન સાથે મધમાખી ઉછેર કરીને આવક વધારી શકાય. મધુર ડેરી આગામી સમયમાં મધમાખી ઉછેરનું આધુનીક મ્યુઝીયમ પ્લાન્ટ દશેલા ખાતે કરવા જઈ રહયું છે. મધમાખી ઉછેર માટે વધુ માહિતી માટે સરકારના સહયોગ સંકુલના બાગાયત વિભાગનો સંપર્ક કરવા જણાવેલ. તાલીમમાં મધમાખી ઉછેરનું માર્ગદર્શન આપવામાં આવેલ.
દૂધ સંપૂર્ણ ખોરાક છે અને દૂધનું બાળકો,મહિલાઓ વધારે ઉપયોગ કરીને શરીરનું આરોગ્ય વધેે તેના ફાયદા જણાવી દૂધમાં ફેટ સિવાયના તમામ ધન તત્વોનું મહત્વ બતાવેલ. દેશી ગીર, કાંકરેજ ગાય ઘરે રાખી ગીરગાયનાં લક્ષણો, ગીર ગાયનું ધાર્મિક, સામાજીક અને આર્થિક ક્ષેત્ર મહત્વ સમજાવેલ. આત્મા ગાંધીનગરનો સંપર્ક કરીને દેશી ગાયમાં હાલમાં માસીક
રૂા. ૯૦૦ નિભાવ ખર્ચ મળે છે તેનો વધુમાં વધુ ઉત્પાદકો લાભ લઈને દેશી ગાય આધારીત કૃર્ષિ ખેતી કરવાનું શિબિર જણાવેલ.  એ-૨ દૂધનું મહત્વ, એ-૨ જીન દેશી ગાયના દૂધમાં હોય છે. જે આરોગ્ય માટે ઉત્તમ છે. અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.  
મધુર ડેરીના ચેરમેન ડૉ.શંકરસિંહ રાણાના ર૦રપ ના વિઝન પ્રમાણે ર્ટન ઓવરમાં વધારો કરવા માટે ૩૦૦૦ થી વધુ વસ્તી ધરાવતાં ગાંધીનગર જિલ્લાના તમામ મોટા ગામમાં  ૧૦૦ જેટલા “મધુર પાર્લર” મધુર મીની મોલ કરવાનું આયોજન કરેલ છે. આ પાર્લરમાં મધુર/અમુલની તમામ પ્રોડકટ ઉપરાંત જીવન જરૂરીયાત વાળી તમામ ચીજવસ્તુઓ તથા પેકીંગ કરેલી તાજી શાકભાજી મળી રહેશે. સહકારી સંસ્થાઓ અને સહકાર સાથે મળીને સહકાર સેતુ પાર્લરમાં જાેડાશે. એક વર્ષમાં ૧૦૦ જેટલા
પાર્લરો કાર્યરત થશે શિબીરમાં ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફિસર યકીનભાઈ પી. પટેલ તથા ચેરમેન કોદરભાઈ પટેલ હાજર રહી જરૂરી તમામ માર્ગદર્શન
પુરૂ પાડેલ. સરકારી તાલીમ શિબીરનું સફળ સંચાલન વસંતીબેન બી. પટેલ મહિલા સી.ઈ.આઈ. તથા રાજેશભાઈ પટેલે સી.ઈ.આઈ. એ કરેલ. આભાર વિધી કરી સેમીનારની પૂર્ણાહુતી કરેલ.

Download Our B K News Today App



Related News