ઢીમામાં આવેલ મંત્રીઘર જર્જરિત હાલતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 11:24:11
  • Views : 489
  • Modified Date : 2020-01-22 11:24:11

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આવેલ વોટર સપ્લાયર્સમાં આવેલ ગામના તલાટી માટે  બનાવેલ મંત્રીઘર જાણે કોઈકનો ભોગ લેવાની રાહ દેખી રહ્યુ હોય તેમ યાત્રાધામ ગ્રામપંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે. તો વળી વર્ષોથી ખંડેર હાલતમાં તલાટી કમ મંત્રીઘર પરથી નળિયા પણ ઉડી ગયા છે. દારૂડિયા અને અસામાજિક તત્વો અહીંયા મોજથી દારૂની મહેફિલો માંડે છે. અહીંયા
પીવાના પાણીની બે લાખ લીટર ક્ષમતા ધરાવતું મોટું ટાંકુ આવેલ હોવાથી ગામની બહેન દીકરી પણ પાણી ભરવા આવે છે. ત્યારે પીવાના પાણીના ટાંકા નજીક અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયત દ્વારા સત્વરે આ મકાન પાડવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.
વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ૧૦,૦૦૦ હજારની જનસંખ્યા ધરાવતું ગામ છે. પ્રાથમિક સુવિદ્યાઓના અભાવે ગ્રામજનો સહિત લાખ્ખો શ્રદ્ધાળુઓ ત્રસ્ત છે. ત્યારે યાત્રાધામ ઢીમા ગ્રામપંચાયત દ્વારા આ જર્જરિત મંત્રીઘર
પાડી નવીન મકાન બનાવવામાં આવે તો તલાટીકમ મંત્રી સહિત ગ્રામપંચાયતને પણ આ નવીન મકાન ખુબ જ ઉપયોગી બનશે. તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News