વિશ્વની પહેલી ઘટના બની રહેશે ડીસાના માલગઢમાં ૧૮ કરોડ ગાયત્રી મંત્રની ઉપાસના થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 11:04:31
  • Views : 509
  • Modified Date : 2020-06-27 11:45:57


બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગાયત્રી પરિવારનું  ‘ગુરુચરણ  પીઠ' આવેલું છે. જ્યાં વિશ્વની પહેલી એવી ઘટના આકાર લેવા જઈ રહી છે. જે અત્યાર સુધીમાં ક્યારેય આધ્યાત્મ જગતમાં બની નથી. ગાયત્રી પરિવારના માલગઢ કેન્દ્ર દ્વારા ત્રણ તબક્કામાં એક વર્ષની સાધના નો ૧ જૂન ૨૦૨૦ ગાયત્રી જયંતિના પવિત્ર દિવસથી
પર આરંભ થઇ ગયો છે. આ સાધના ત્રણ તબક્કામાં શરૂ થઈ છે. જેમાં ૧૨૪સાધકો ૩૦૦ દિવસ સુધી ગાયત્રી મંત્રની પાંચ માળાઓ કરશે. જેથી ૨૫ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં સવા કરોડ ગાયત્રી અનુષ્ઠાન સંપન્ન થશે. ઉપરાંત ૧૨૪ સાધકો દ્વારા ૨૪ ગામોમાં ગામોમાં પ્રત્યેક સાધક સાત નવા સાધકો તૈયાર કરશે. આ સિવાય  ૭૫૬ સાધકો ૨૪૦૦ ગાયત્રી મંત્ર લેખન દ્વારા ૧૮  કરોડ ૧૪ હજાર ૪૦૦ ગાયત્રી મંત્ર લેખનનો અનુષ્ઠાન પૂર્ણ કરશે.  આધ્યાત્મિક અને સાધનાની દ્રષ્ટીએ દુનિયામાં આ પ્રકારની પ્રથમ ઘટના બનવા જઈ રહી છે. જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૧ સુધી ૨૪ ગામોની ૪૮થી વધુ શાળાઓમાં પણ ગાયત્રી મંત્ર લેખનનું  અભિયાન ચાલનાર છે. આ ગાયત્રી ઉપાસના અભિયાનમાં માલગઢમાં ગુરુચરણ પીઠ સાથે સક્રિય રીતે સંકળાયેલા લક્ષ્મણભાઈ, કિરણભાઈ, સુખદેવભાઈ અને મોહનભાઈ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.

અહેવાલ : પંકજ સોનેજી, ડીસા

Download Our B K News Today App



Related News