કઠોર તપશ્રર્યા કરતા અમરાવતીના પિતા-પુત્ર મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી યાત્રાએ માનતા પુરી કરવા નીકળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 11:26:23
  • Views : 407
  • Modified Date : 2020-01-09 11:26:23

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ અરાવલીની પહાડો પર વસેલું ૫૧ શક્તિપીઠ પૈકી આદ્યશક્તિ પીઠ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અંબાજી વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમા માં ની ધજા અને રથો લઈને ભક્તો પગપાળા અને ચાલતા ચાલતા માનતા અને આખડી પુરી કરવાની નેમ સાથે આવતા હોય છે. ત્યારે કેટલાંક ભક્તની ભક્તિ જોઈ આપણા હૃદયને પણ કંપારી છુટી જાય છે.  આવો જ એક ભક્તિનો કિસ્સો અંબાજી ખાતે જોવા મળ્યો હતો. જેમાં મહારાષ્ટના અમરાવતીના દેવીદાસ સીરપથ ઠોરાટ, ઉંમર ૫૫ પોતાના
પુત્રને કરંટ લાગતા માથુ ફાટી ગયુ હતુ અને બચવાની કોઈ ઉમ્મીદ ન જણાતા તેમને
પોતાના ગામથી વૈષ્ણોદેવી સુધી જમીન પર આળોટી આળોટી જઈ માતાજીના દર્શન કરવાની નેમ રાખી હતી અને ત્યારબાદ પોતાનો પુત્ર પણ સાજો થઇ ગયો હતો.
મહારાષ્ટ્રના અમરાવતીમા રહેતા દેવીદાસ સીરપથ ઠોરાટના પુત્રને વીજળીનો મોટો વાયર અડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને ડોક્ટરોએ પણ તેમના પુત્રને બચવાના ચાન્સ ખુબ ઓછા છે તેમ કહેતા આ પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતુ. ત્યારે  દેવીદાસ સીરપથ ઠોરાટે પોતાના ગામ અમરાવતીથી માતા વૈષ્ણોદેવી સુધી જમીન પર આળોટતા આળોટતા જવાની માનતા માનતા પોતાના પુત્રમાં સુધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેમને પોતાના ગામથી ૨ સપ્ટેમ્બરના રોજ વૈષ્ણોદેવી જવા માટે પ્રસ્થાન કર્યુ હતું. તેમની સાથે પોતાના પુત્ર, પુત્રી અને ભાઈ સાથે આટલી ઠંડી, ગરમી અને વરસાદની પરવાહ કર્યા વગર આ યાત્રાએ નીકળી પડયા હતા અને બુધવારે તેવો અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા તેમને અંબાજી આવતા પહેલાં પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કર્યા હતા. આ યાત્રામાં તેમનો ૧૧ વર્ષનો પુત્ર દુર્ગેશ અને  ૮ વર્ષની પુત્રી વૈશ્વી પણ જોડાઈ હતી. હજી તેમને વૈષ્ણોદેવી પહોંચતા ૭ મહિના લાગશે. વહેલી સવારે ૮ વાગેથી સાંજના ૬ વાગે સુધી રોજના ૧૦ કિલોમીટર આ પરિવાર યાત્રા કરે છે. અમરાવતીથી વૈષ્ણોદેવી સુધી ૧૮૦૫ કિલોમીટર થાય છે જયારે અમરાવતીથી અંબાજી ૮૪૨ કિલોમીટર થાય છે આ યાત્રા જોઈ ભક્તિની વ્યાખ્યા બદલાઈ જાય છે.

Download Our B K News Today App



Related News