ભાજપના કોર્પોરેટર દેવુ જાદવના પતિ મનસુખ જાદવે દબાણ કર્યું હોવાનું સામે આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 15:09:29
  • Views : 70
  • Modified Date : 2024-03-15 15:09:29

રાજકોટમાં ભાજપના સસ્પેન્ડ નેતા મનસુખ જાદવના કારસ્તાનનો ખુલાસો થયો છે. ભાજપના કોર્પોરેટર દેવુ જાદવના પતિ મનસુખ જાદવે દબાણ કર્યું હોવાનું સામે આવ્યુ છે. રાજકોટની શિવમ સોસાયટીમાં કોમન પ્લોટમાં 5 દુકાન બનાવી દબાણ કર્યું હતુ. તેમજ દુકાનોનું 10થી 20 હજાર રૂપિયા ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે.  સોસાયટીના રહીશોએ ચબૂતરા માટે જગ્યા ફાળવી હતી. તેમજ યુવરાજનગર વિસ્તારમાં મંદિરની જગ્યા પર પણ દબાણ કર્યું છે. આંગણવાડીના નામે 1 હજાર વારનો પ્લોટ પચાવી પાડ્યો હતો.બીજી તરફ  મહિલા કોર્પોરેટર વજી ગોલતર અને પતિ કવા ગોલતરે પ્રદ્યુમન પાર્ક નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ. 350 જેટલી ઓરડીઓ અને એક હોલ ઉભો કરવામાં આવ્યો હતો. કેટલીક ઓરડીઓ વેંચી નાખી, કેટલીક ઓરડીઓ ભાડે આપ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કર્યાનો આરોપ પણ લગાવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News