મનસુખની પત્નીનો દાવો- સચિન વઝેએ જ મારા પતિને માર્યો, પોલીસ અધિકારી જ 4 મહિના પહેલાં સ્કોર્પિયો વાપરતા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:53:53
  • Views : 391
  • Modified Date : 2021-03-09 15:53:53

    મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયા બહાર મળેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનના મોતના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મનસુખની મોતને કાવતરું ગણાવીવિમલા હિરેને કહ્યું કે, તેમના પતિનું મર્ડર સચિન વઝેએ કર્યું છે મનસુખની પત્નીએ એવો પણ સવાલ ઉભો કર્યો છે કે, તે રાત્રે ઘરથી 40 કિમી દૂર કેમ ગયા હતા ફડણવીસે ગૃહમાં એવું પણ કહ્યું કે, વર્ષ 2017માં ખંડણી કેસમાં પણ સચિન વઝે અને શિવસેના નેતા ધનંજય ગાવડે આરોપી હતા. મનસુખની લાસ્ટ મોબાઈલ લોકેશન ગાવડેની ઓફિસ પાસેની જ મળી છે.

    પત્નીએ કહ્યું કે, સચિન વઝે ઈચ્છતા હતા કે મનસુખ સ્કોર્પિયો કેસમાં આરોપી બની જાય, તેમણે મનસુખને કહ્યું હતું કે, તેઓ પછી તેને જામીન અપાવી દેશે. દેવેન્દ્ર ફડણવીસ સવાલે ઉભા કર્યા છે કે, હજી પણ સચિન વઝેની ઝરપકડ કરવામાં કેમ નથી આવતી? તેમના વિરુદ્ધ ઘણાં પુરાવા હતા. કલમ 201 અંતર્ગત તેમની ધરપકડ કરવી જોઈએ.ને પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પત્ની વિમલા હિરેનની ફરિયાદની કોપી વિધાનસભામાં વાંચી હતી.પૂર્વ મુખ્યમંત્રીએ ફરિયાદની કોપીના આધારે જણાવ્યું કે, ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ મનસુખની કારનો ચાર મહિના પહેલાં ઉપયોગ કર્યો હતો. તેઓ મનસુખને ઘણી વાર મળ્યા પણ હતાં. વઝેએ કાવતરું ઘડીને મનસુખની હત્યા કરી છે. ફડણવીસે સચિનની ધરપકડ કરવાની માંગણી કરી હતી. ફડણવીસના નિવેદન પછી ગૃહમાં હોબાળો થઈ ગયો હતો.

    મનસુખ હિરેનનો મૃતદેહ 6 માર્ચે થાણેની ખાડીમાંથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેના મોઢા ઉપર 5 રુમાલ બાંધેલા હતા. પરિવારે પણ આત્મહત્યાની થિયરી નકારી દીધી છે અને તેને હત્યા ગણીને તપાસ કરવાની માંગણી કરી છે. વિપક્ષી પાર્ટી ભાજપે કેસની તપાસ NIA પાસે કરાવવાની માંગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશ મુખે કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી છે.

    ફડણવીસે વિધાનસભામાં હિરેનની પત્નીની ફરિયાદ કોપી વાંચતા કહ્યું કે, 26 ફેબ્રુઆરી 2021ના રોજ મારા પતિ પૂછપરછ માટે સચિન વઝે સાથે ક્રાઈમ બ્રાન્ચ ગયા હતા. ત્યારે તેઓ રાત્રે 10.30 વાગે આવ્યા. તેમણે કહ્યું કે, તેઓ આખો દિવસ સચિન વઝેની સાથે જ રહ્યા હતા. 27 ફેબ્રુઆરીએ મારા પતિ ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ ગયા અને રાત્રે 10.30 વાગે પરત આવ્યા. ત્યારપછી 28 ફેબ્રુઆરીએ ફતી તેઓ સચિન વઝે સાથે ગયા અને પોતાનું નિવેદન લખાવ્યું હતું. ઘરે આવીને તેમણે નિવેદનની કોપી પણ બતાવી હતી જેમાં સચિન વઝેની સાઈન હતી. તેનો એર્થ એવો થયો કે, બીજા કોઈએ પૂછપરછ નથી કરી. તેઓ ત્રણ દિવસ સળંગ સચિન વઝેની સાથે જ હતા.

    હિરેનની પત્નીએ આગળ લખ્યું કે, 2 માર્ચે ઘરે આવ્યા પછી તેના પતિ સચિન વધેની સાથે જ થાણેના ઘરેથી મુંબઈ ગયા હતા અને તેમના કહેવાથી જ વકિલ ગિરીના માધ્યમથી તેમણએ પોલીસ અને મીડિયા દ્વારા વાંરવાર પૂછપરછ થતી હોવાની ફરિયાદ કરી હતી.

    ત્યારપછી પત્નીએ ફરિયાદમાં લખ્યું છે કે,સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને મને શંકા છે કે, મારા પતિની હત્યા સચિન વઝેએ જ કરી છે. આટલું બધુ થયા પછી પણ સચિન વઝેની ધરપકડ કેમ કરવામાં નથી આવતી તેવો સવાલ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પૂછ્યો હતો.મહારાષ્ટ્રની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સતત મનસુખ કેસની તપાસમાં લાગેલી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર ATSની ટીમે સચિન વાઝેનું નિવેદન પણ મોડી રાતે દાખલ કર્યું હતું. અંબાણીના ઘરની પાસે 6 ફેબ્રુઆરીએ એક સ્કોર્પિયો ગાડી જપ્ત કરાઈ હતી, જેમાં 20 જિલેટીનની સ્ટિક્સ હતી. ત્યારપછી 5મી માર્ચના રોજ આ ગાડીના માલિક મનસુખનું મૃતદેહ મળી આવ્યું હતું. જના મૃતદેહ પર 5 રૂમાલને બાંધવામાં આવ્યા હતા. મૃતકના પરિવારવાળા અને પડોશીઓના કહેવા પ્રમાણે હિરેન ખુશ મિજાજ સ્વભાવવાળા માણસ હતા. તે ક્યારેય પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ઉઠાવી શકે તેમ નહોતા. તેઓ તો સોસાયટીમાં બાળકોને સ્વિમિંગ પણ શીખવતા હતા, તેવામાં ડૂબી જવાથી તેમની મોત નિપજે તે સવાલ જ ઉભો થતો નથી.

    આના પહેલા સોમવારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મનસુખ હિરેનના કેસના માધ્યમથી મુંબઈ પોલીસ પર નિશાનો સાધ્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ પોલીસ એક સાક્ષીનું રક્ષણ પણ કરી શકી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઘટનાની પણ તપાસ અવશ્ય થવી જોઈએ જ્યારે મનસુખ ક્રોફર્ડ માર્કેટમાં ગયો હતો ત્યારે સર્વપ્રથમ તેને કોણ મળ્યું હતું?

    મનસુખ હિરેનનો મોબાઈલ હજુ સુધી મળી શક્યો નથી. પરંતુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મૃત્યુનો સમય જે દર્શાવાયો છે, તેના પછી પણ મનસુખ હિરેનનો ફોન ચાલુ રાખવામાં આવ્યો હતો. આ મોબાઈલ લગભગ રાત્રે સાડા બાર વાગ્યા સુધી ઓન હતો. જેને લઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, પહેલા હિરેનની હત્યા કરાઈ હતી અને ત્યાર પછી પોલીસને ગુમરાહ કરવા માટે જાણી જોઈને મોબાઈલને ઓન રાખાયો હતો. પોલીસ પણ અવું અનુમાન લગાવી રહી છે કે, હત્યારાએ જાણી જોઈને પોલીસ તપાસમાં વિધ્ન નાખી ભટકાવવા માટે મોબાઈલને ઓન રાખ્યો હતો.


Download Our B K News Today App



Related News