ચૂંટણી પંચે પોતાનો જ ર્નિણય પાછો ખેંચવો પડ્યો ગાંધીનગર મનપાની ચૂંટણી અંતે મોકૂફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:14:53
  • Views : 271
  • Modified Date : 2021-04-11 11:14:53

ગાંધીનગરમાં કોરોનાનો કહેર વધતા આખરે ગાંધીનગર મનપાની ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
અત્યાર સુધીની જે પ્રક્રિયા છે તેટલી યથાવત્‌ રહેશે. હવે માત્ર મતદાન અને પ્રચારનો સમય જ જાહેર  કરવામાં આવશે. ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી સ્થિતિનું  એલાન  કરશે. સીએમઅને વિરોધ પક્ષ પહેલેથી રદ્દ કરવા રજુઆત કરી હતી. ગતરોજ ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વધતા જતા કોરોનાના કેસના કારણે ગાંધીનગરમાં દવાખાના ફુલ થઇ ગયા છે. લોકો મતદાન કરવાનું ટાળવાના હતા. જેની વચ્ચે ૩૦ ટકા આજુબાજુ મતદાન થવાની સંભાવના હતી. જેના કારણે દરેક પક્ષ પોતાનું જીતનું સમીકરણ
પણ બેસાડી શકતું ન હતું. આ ઉપરાંત સ્થાનિકોનો વિરોધ ઉમેદવારોને સતત સતાવી રહ્યો હતો. ડોર ટુ ડોર પ્રચારમાં પણ ઉમેદવારોને જાેવે એવો પ્રતિસાદ પણ મળતો ન હતો.

Download Our B K News Today App



Related News