મહાનગરોમાં સ્થિતિ બગડતા મુખ્યમંત્રીએ ૮ મનપા કમિશનર સાથે બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 11:53:45
  • Views : 305
  • Modified Date : 2021-04-14 11:53:45

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સીએમ રૂપાણીએ ગત રોજ ૮ મનપાના કમિશનર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ કોરોના વાયરસની સમગ્ર પરિસ્થિતિ તથા સરકારી-ખાનગી
હોસ્પિટલમાં રેમડેસીવિર
ઇન્જેક્શનને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની આઠ મનપાના કમિશનરો સાથે રિવ્યુ બેઠક યોજી હતી. મનપા વિસ્તારની હોસ્પિટલ સુવિધાને લઈને
પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વિડીયો
કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યની આઠ મહાનગર
પાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે.  કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન દરમિયાન
હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો
આપણી સામે હતા જયારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લોકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે.
ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો,
હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર
ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતું અટકાવવું
પડશે. કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જાેડવા પડશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News