ડીસાના વોર્ડ ન-5માં ભાજપના મહિલા મોરચા દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 12:06:37
  • Views : 261
  • Modified Date : 2022-06-27 12:06:37

 

ડીસા શહેરના વોર્ડ નંબર 5 માં ડીસા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. જેમાં દેશના વડાપ્રધાન જ્યારે મન કી બાત  સમગ્ર દેશ સાથે ચર્ચા કરી હતી તેમાં ડીસા શહેર મહિલા મોરચો પણ જોડાયો હતો.


દેશના વડાપ્રધાન અને આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ થકી અનેક લોકો ચર્ચા વિચારણા કરી હતી.ખાસ કરીને આજે જે પ્રમાણે ભારત દેશ ટેકનોલોજી કૃષિક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જે પ્રમાણે આગળ વધી રહ્યો છે જેને લઇ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વસતા લોકો સાથે મન કી બાત કાર્યક્રમ થકી ચર્ચા વિચારણા કરી હતી અને હજુ પણ ભારત દેશ પ્રગતિના પંથે આગળ વધે તે માટે ખાસ આજે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખાસ કરીને શિક્ષણને સૌથી વધુ મનકી બાત કાર્યક્રમમાં પ્રાધાન્ય આપ્યું હતું અને ગુજરાતમાં અનેક વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષણને લઈ દેશના વડાપ્રધાને ચર્ચા વિચારણા કરી હતી તો બીજી તરફ આજે મનકી બાત કાર્યક્રમમાં ખાસ કૃષિક્ષેત્રે ભારત દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે તેને હજુ પણ સરકાર દ્વારા મદદ મળે અને ખેડૂતો આગળ વધે તે હેતુથી આજે ખાસ ખેડૂતો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી આજે યોજાયેલા આ મનકી બાત કાર્યક્રમમાં સમગ્ર ભારતભરમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ પોતાના ઘરે બેઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો જે અંતર્ગત ડીસા શહેર મહિલા મોરચા દ્વારા પણ ડીસાના વોર્ડ નંબર 5 માં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો જેમાં દેશના વડાપ્રધાને જ્યારે આજે મનકી બાત કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે હજુપણ દેશ આગળ વધે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વધુને વધુ લોકોને જોડશે.આજે યોજાયેલ આ કાર્યક્રમમાં શિલ્પાબેન માળી ( નગરપાલિકા કોર્પોરેટર ),નિકિતા મસાલિયા ડીસા શહેર મંત્રી,ગોવિંદભાઈ મખીજા ( નગરપાલિકા કોર્પોરેટર ),દિલીપભાઈ શહેર સંગઠન મંત્રી, જોલીબેન પટેલ ડીસા શહેર ભાજપ મહિલા મોરચા ઉપ પ્રમુખ, હેમલતાબેન ડીસા શહેર ભાજપ મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News