મનમોહન સિંહે બતાવ્યું મંદીનું કારણ, પ્રશ્ન કરવા પર નાણામંત્રી સીતારમણે ટાળ્યો જવાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 16:45:44
  • Views : 667
  • Modified Date : 2019-09-01 16:45:44

નિર્મલા સીતારમણે કહ્યું, 'શું ડૉ. મનમોહન સિંહે કહી રહ્યા છે કે 'રાજનૈતિક બદલામાં સામેલ થવાની જગ્યાએ એમણે મૌન ધારણ કરનાર લોકોની સલાહ લેવી જોઇએ? શું એમણે એવું કહ્યું છે? ઠીક છે, ધન્યવાદ, હું આ મામલે તેમની વાત સાંભળીશ, આ મારો જવાબ છે.'પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કહ્યું કે ' અર્થવ્યવસ્થાની સ્થિતિ આજે ખુબ જ ચિંતાજનક છે. જીડીપીનો 5 ટકા પર પહોંચી જવો એ વાતનો સંકેત છે કે આપણે એક મોટી મંદીના ચક્રમાં ફસાઇ ગયા છીએ.' એમના આ નિવેદનની બીજેપીના ઘણા નેતાઓએ ટીકા કરી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ સવાલ પૂછવામાં આવ્યો પરંતુ એમણે સવાલથી બચતા જોવા મળ્યા. અને જવાબ આપવાથી ઇનકાર કર્યો.ચેન્નઇમાં એક કાર્યક્રમ દરિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર ઘણા ક્ષેત્રોના લોકો સાથે વાતચીત કરી રહી છે. કેટલાક ક્ષેત્રોમાં ઇન્વેન્ટ્રી જમા થઇ રહી છે. આ ક્ષેત્રોમાં લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા છે. અને 23 તારીખે જાહેરાત પણ કરવામાં આવી હતી. ગત શુક્રવારે પણ અમે જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું, ' ઓટો ઇન્ડસ્ટ્રીના લોકો અમને મળવા આવ્યા હતા. એમને સાથે વાતચીત બાદ અમારી પાસે જાહેરાતની એક આખી લીસ્ટ છે. વાતચીત ઘણી સકારાત્મક રહી. ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટી દરમાં ઘટાડો મારા હાથમાં નથી. જીએસટી પરિષદને અંતિમ નિર્ણય લેવાનો છે. હાલ ડિપ્રેશિએશન રેટ 15 ટકા છે. અને આ વર્ષે અમે તેને 30 ટકા પર લાવીશું. આ એક લાભ હશે.'આર્થિક મંદી સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું, 'હું ઉદ્યોગોને મળી રહી છું અને તેમના ઇનપુટ લઇ રહી છું. સરકાર પાસેથી તે શું ઇચ્છે છે. તેના પર સલાહ લઇ રહી છું. હું તેમનો જવાબ પણ આપી રહી છું. હું આ પહેલા પણ બે વાર આમ કરી ચૂકી છું અને આગળ પર કરીશ.'



Download Our B K News Today App



Related News