ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની મનમાની સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:26:20
  • Views : 1090
  • Modified Date : 2019-08-30 12:26:20

 ચાલુ નોકરીએ વિશ્વેશ્વર મહાદેવના પ્રાંગણમાં આવેલ નદીમાં એન્જોય કરતા ઈકબાલગઢ એમ.પી.એચ.ડબલ્યુ. અને એફ.એચ.ડબલ્યુ. ના કર્મચારીઓ મિડિયાના કેમેરામાં કેદ થયા હતા.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિસ્તારના એમ.પી.એચ.ડબલ્યુ. અને એફ.એચ.ડબલ્યુ. ના દસથી બાર કર્મચારી પ્રજાની કે નોકરીની પરવા કર્યા વગર બેફિકર થઇ પોતાની મસ્તીમાં મસ્ત રહી પિકનીક મનાવતા નજરે પડયા હતા. જેમાં સુનીલ પંડયા સુપરવાઇઝર, ભરત
પંડયા એમ.પી.એચ.ડબલ્યુ.  ઇકબાલગઢ, પાયલબેન ભાટીયા એફ.એચ.ડબલ્યુ. ઇકબાલગઢ, ઝંખના બેન પટેલ એફ.એચ.ડબલ્યુ.  બાલુન્દ્રા, ચિરાગ સોલંકી  એમ.પી.એચ.ડબલ્યુ. બાલુન્દ્રા, કાજલબેન એફ.એચ.ડબલ્યુ. વેરા, કવિતાબેન એફ.એચ.ડબલ્યુ. ઉંમર કોટ, નિકિતાબેન એફ.એચ.ડબલ્યુ. ડેરી, કૈલાશબેન એફ.એચ.ડબલ્યુ.  ઢોલીયા, અર્ચના પ્રજાપતિ એફ.એચ.ડબલ્યુ., પ્રગતિ
પરમાર એફ.એચ.ડબલ્યુ.  કરજા જેવા કર્મચારીઓ
 એન્જોય કરતા કેમેરામાં કેદ થયા હતા.
અમીરગઢ તાલુકો
અતિપછાત તાલુકો ગણાય છે. હાલ મચ્છરજન્ય તેમજ બે ઋતુ હોવાના કારણે શરદી ખાંસી જેવા રોગોથી દવાખાનાઓ ભરેલા જોવા મળે છે. સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુધારવા માટે કરોડો રૂપિયાની ફાળવણી આરોગ્ય ખાતા પાછળ કરવામાં આવે છે. ત્યારે આરોગ્ય કર્મચારી કોઇ પણ જાતના ડર વગર પ્રજાની ચિંતા કર્યા વગર પોતાની મસ્તીમાં મસ્ત થઈ એન્જોય કરતાં જોવા મળે છે. આ પુરો સ્ટાફ ઈકબાલગઢથી વિશ્વેશ્વર જવા માટે પણ સરકારી ગાડીનો ઉપયોગ કરેલો હતો. તો શું સરકારી ગાડી આવી રીતે પોતાના અંગત ઉપયોગ માટે વાપરવી યોગ્ય ગણાય.
તાજેતરમાં ઈકબાલગઢના બાલુન્દ્રા ગામમાં ડેન્ગ્યુ
પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જે દર્દી હજુ પણ અમદાવાદ દવાખાનામાં સારવાર હેઠળ છે છતાં પણ જ્યારે આ સરકારી કર્મચારીઓ પોતાની ફિલ્મમાં કશું બન્યું ન હોય તેમ પોતાની મસ્તીમાં બનાસ નદીમાં મસ્તી કરતા નજરે પડયા હતા. જ્યારે ગુજરાત સરકાર દ્વારાં પ્રજાના સ્વાસ્થ્ય  સુધારણા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. તેમજ છેક છેવાડા સુધી આરોગ્યની સુવિધા મળી રહે તે માટે કર્મચારીઓને નિમણુંક કરવામાં આવે છે. જ્યારે કેટલાંક કર્મચારીઓ સરકાર ના ડર  કે પ્રજાના સ્વાસ્થ્ય ની પરવા કર્યો વગર પોતાની મસ્તીમાં મસ્ત રહી અને
એન્જોય કરતાં આજે મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. જો કર્મચારીઓ દ્વારા આવી રીતે બેપરવા થઇને નોકરી કરાવવામાં આવશે તો પ્રજાને શું થશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ  અંગે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ ? એતો આવનારો સમય જ બતાવશે.

Download Our B K News Today App



Related News