ડીસાના સમસેરપુરા ખાતે આંબાની ડાળી ટુટતા‌ સર્જાઈ મારામારી ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 11:47:23
  • Views : 244
  • Modified Date : 2022-06-16 11:47:23

 

ડીસા ના સમશેરપુરા ખાતે બોરવેલ મશીન ટ્રક આંબાની ડાળ ને અડી જતા ડાળી તૂટી ગઈ હતી જે બાદ બોરવેલ મશીન ટ્રકના ચાલકને બે શખ્સો  દ્વારા માર મરાતા ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ બોરવેલ મશીન ટ્રકચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

 

કાંકરેજ તાલુકાના ચેખલા ગામ ખાતે રહેતા પ્રકાશ કુમાર કુંવરજી ઠાકોર બોર બનાવવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને પોતાના માલિકીનું બોરવેલ મશીન ટ્રક નંબર GJ-08-AL-2075નું છે.જે પોતાનું બોરવેલ મશીન ટ્રક લઈ સમશેરપુરા ખાતે મદારજી ચેલાજી ઠાકોરને ત્યાં બોર બનાવવા માટે પોતાના મજુર સાથે જતા હતા અને રસ્તામાં અશોકજી અનુપજી ઠાકોરના ખેતરના સેઢા પાસેઉભેલ આંબાની ડાળને બોરવેલ મશીનની ઘોડી અડી જતા આંબાની ડાળી તૂટી ગઈ હતી જે બાદ પ્રકાશકુમાર ઠાકોર પોતાના બોરવેલ મશીન ટ્રક લઈ ત્યાંથી મદારજી ચેલાજી ઠાકોરના ખેતરે જતા રહેલ જે બાદ બોરવેલ મશીનમાંથી પોતાનો સામાન ઉતારતા હતા તે દરમિયાન પ્રકાશકુમાર ઠાકોરના મજુરને પગમાં રોડ વાઘેલ હોવાથી તેને દવાખાને જવું હોય તેવું કહેતાં પ્રકાશકુમાર ઠાકોર મદારજી ઠાકોરના ત્યાંથી મોટર સાયકલ લઇ પોતાના મજુરને દવાખાને લઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં અશોકજી અનોપજી ઠાકોરના ખેતરના સેઢા પાસેઆંબાની ડાળી તૂટેલી પડી હતી જ્યાં અશોકજી અનોપજી ઠાકોર તેમજ નાગજીભાઈ મહાદેવભાઇ રબારીઉભા હતા અને પ્રકાશકુમાર ઠાકોરને ઊભો રાખેલ અને કહેવા લાગેલા કે તું તારું બોરવેલ મશીન ટ્રક કેમ અહીંથી લઈને ચાલે છે અમારી આંબાની ડાળ તોડી મને નુકસાન કરેલ છે જેથી પ્રકાશકુમાર ઠાકોરે કહ્યું કે મને મોડું થતું હોવાથી હું જતો રહ્યો પરંતુ થોડા દિવસ માટે અહીં રહેવાનો છું જે બાદ અશોકજી ઠાકોર અપશબ્દો બોલવા લાગેલ. અને ગડદાપાટુનો માર મારવા લાગેલ જે બાદ પ્રકાશકુમાર ઠાકોરના મજુર છોડાવા વચ્ચે પડદા નાગજીભાઈ મહાદેવભાઇ રબારી પણ વાતો તેમજ ફેટો મારવા લાગેલ કે બાદ પ્રકાશકુમાર ઠાકોર બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો દોડી આવી અને બે લોકોને સમજાવી તેમના ખેતર તરફ મુકેલ કે બાદ પ્રકાશકુમાર ઠાકોર કેવું લાગ્યું કે તારું બોરવેલ મશીન ટ્રક અને તે લઈ જતો રહેજે નહિતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહે જે બાદ પ્રકાશકુમાર ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે અશોકજી અનોપજી ઠાકોર રહે જોરાપુરા વાળા તેમજ નાગજીભાઈ મહાદેવભાઇ રબારી રહે સમશેરપુરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદનોધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News