પાટણ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:12:11
  • Views : 450
  • Modified Date : 2019-08-27 12:12:11

 પાટણ જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા
પોતાના પડતર પ્રશ્નોને લઇને અગાઉ   કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી વર્ક ટુ રૂલ્સ  ના નિયમ મુજબ કામ કરી  સરકાર દ્વારા તેમની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ હજુ સુધી કર્મચારીઓની માંગણીઓ ન સંતોષાતા ગતરોજ જિલ્લાના ૧૭૮ જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર સરકારી કામકાજથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેમજ પાટણ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
 ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે બઢતી-બદલી સહિત જુદા જુદા ૧૭  મુદ્દે સરકારને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તેમની રજુઆત સ્વીકારવામાં  ના આવતા ગત તારીખ ૧૬ઓગસ્ટ૨૦૧૯ ના રોજ ૧૭ મુદ્દાઓ સાથે નું આવેદનપત્ર રાજ્યના અધિક મુખ્ય સચિવ ને સુપ્રત કરવામાં આવ્યું હતું પરંતુ તે છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ના આવતા  ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાટણ જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી ૧૯ થી ૨૩ ઓગસ્ટ સુધી વર્ક ટુ રૂલ્સનો નિયમ પાળી સરકાર સામે પોતાની પડતર માંગણીઓને લઈ દેખાવો કરવામાં આવ્યા હતા પરંતુ  રાજ્ય સરકાર દ્વારા  મહેસુલી કર્મચારીઓની માંગણીઓ  સ્વીકારવામાં ન આવતા ગુજરાત રાજ્યની સાથે  પાટણ જિલ્લામાં પણ ૧૭૮ મહેસુલી કર્મચારીઓ દ્વારા  સામૂહિક રજા ઉપર ઉતરી જઈને સોમવારના રોજ કલેકટર કચેરી ખાતે  સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લાના ૯૬ નાયબ મામલતદાર અને ૭૮ ક્લાર્ક  આ કાર્યક્રમ માં જોડાયા હતા.

Download Our B K News Today App



Related News