મંગળ બન્યો અમંગળ: બજાર ધડામ કરતા પછડાયું, રોકાણકારોના લાખો રૂપિયા સ્વાહા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 16:08:10
  • Views : 683
  • Modified Date : 2019-09-03 16:08:10

ભારતીય શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો અને GDPના કમજોર આકંડાઓને પગલે ટ્રેડિંગ દિવસ દરમિયાન આજે ઉપલા મથાળેથી સતત વેચવાલી જોવા મળી. જેના કારણે માર્કેટ નીચલી સપાટીએ બંધ આવ્યા છે.

બીએસઈ સેન્સેક્સ 769 અંક અથવા 2.06 ટકા પટકાઈને 36,562 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 225 પોઈન્ટ અથવા 2.04 ટકાના કડાકા સાથે 10,800ને નીચે 10,797 પર સેટલ થયા છે. ઉપરાંત દિવસ દરમિયાન લગભગ 1596 શેર્સમાં નરમાઈની ચાલ જોવા મળી છે અને 173 શેર્સ મોટા ફેરફાર વગર બંધ આવ્યા છે. બીએસઈ સ્મોલ કેપ અને મિડકેપની વાત કરીએ તો સ્મોલકેપ ઈન્ડેક્સ 1.32 ટકા જ્યારે મિડકેપ ઈન્ડેક્સ 1.65 ટકા પટકાઈને બંધ આવ્યા છે.

બેંકિંગ શેરોમાં કડાકો:

બેંક અને ઓટો શેરોમાં પણ નરમાઈની ચાલ જોવા મળી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.59 ટકા ગગડીને બંધ આવ્યો છે. જ્યારે બેંક નિફ્ટી ઈન્ડેક્સ 604 અંગ પટકાઈને 26,824ના લેવલે બંધ આવ્યા છે. ઉપરાંત નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 3.10 ટકા, ફર્મા ઈન્ડેક્સ 1.18 ટકા અને આઈટી ઈન્ડેક્સ 0.16 ટકાના ઘટાડા સાથે સેટલ થયા છે.

Download Our B K News Today App



Related News